અમદાવાદ ધંધૂકાના ચકચારી કિશન ભરવાડ હત્યા કેસમાં ગુજરાત એટીએસની ટીમ સતત કાર્યવાહી કરી રહી છે. ગત ૨૫ તારીખે ધંધૂકામાં સોશિયલ મીડિયામાં એક સ્ટેટ્‌સ મૂકવા બાબતે યુવકની હત્યા કરવામાં આવી હતી ત્યાર બાદ પોલીસ મામલાની ગંભીરતા જાેઈને તરત જ એક્શનમાં આવી હતી અને એક બાદ એક અનેક લોકોની ધરપકડ કરી રહી છે.ત્યારે ગુજરાત એટીએસએ કિશન ભરવાડની હત્યા કરવામાં મદદ કરનાર વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ગુજરાત એટીએસે ધંધૂકામાં કિશન ભરવાડની હત્યા કરવામાં મદદ કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ આરોપીઓમાં મહમદરમીઝ સલીમભાઈ સેતા, મહંમદહુસેન કાસમ ચૌહાણ અને મતીન ઊસમાનભાઈ મોદનનો સમાવેશ થાય છે. આ લોકોએ કિશનની હત્યા કરનાર આરોપીની મદદ કરવામાં આવી હતી. ગુજરાત સહિત દેશમાં ચર્ચાનો વિષય બનેલ કિશન ભરવાડ હત્યા કેસમાં ગુજરાત એટીએસની ટીમ આક્રમક કાર્યવાહી કરી રહ્યાં છે. હત્યા સાથે સંકળાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી આ કેસમાં ૦૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તે ઉપરાંત વધુ પકડાયેલા ૦૩ આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આવેલી સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે સાથે જ રીમાન્ડ પણ માંગવામાં આવશે.

મૌલાના કમરગની લખનઉમાં સંગઠન ચલાવતો હતો

ધંધૂકામાં કિશન હત્યા કેસમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.આ સમગ્ર કેસમાં પાકિસ્તાનનું કોઈ કનેક્શન છે કે નહીં તે અંગે હજી સુધી કોઈ ખુલસો નહીં થયો હોવાનું અધિકારી પાસેથી જાણવા મળ્યું છે.આરોપીઓ પાકિસ્તાન કે અંડર વર્લ્‌ડના સંપર્કમાં હતા કે કેમ તે અંગે પણ તપાસમાં હજી કંઈ સામે આવ્યું નથી. મૌલાના કમરગનીની પૂછપરછમાં છ્‌જીને જાણવા મળ્યું છે કે તે સંગઠન ચલાવી રહ્યો છે જેનું લખનઉમાં રજીસ્ટ્રેશન થયેલું છે. પોતાના સંગઠન માટે કમરગની દેશભરમાં સભ્યો બનાવી દરેક પાસેથી દૈનિક ૧ રૂપિયાનું દાન મેળવે છે. સાથે જ તેના આ સંગઠનના ૨ જુદા જુદા બેંક અકાઉન્ટ હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. આ કેસની તપાસ માટે સેન્ટ્રલ સહિતની એજન્સી અમદાવાદ આવી છે.

દિલ્હીના મૌલવી કમર અમદાવાદ, સુરત, વડોદરામાં બેઠક યોજી સભ્યો બનાવ્યાં હતા

અમદાવાદ ધંધુકાના ચકચારી કિશન ભરવાડ હત્યા કેસના મુખ્ય સૂત્રધાર એવા દિલ્હીના મૌલાના કમર ઘની ઉસ્માનીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. દિલ્હીના મૌલવી કમર ઘનીએ ટી એફ આઈ નામનું સંગઠન બનાવી અમદાવાદ, સુરત, વડોદરામા બેઠક યોજી રોજના એક રૂપિયો દાન સભ્યો બનાવ્યા હતા. મૌલાના ઐયુબે ભડકાઉ શબ્દો લખેલા પુસ્તકમાં સજાનો ઉલ્લેખ કરાયો છે. તેના ઘરેથી પુસ્તક કબ્જે કરાયું છે.

ધંધુકાના કિશન ભરવાડ નામના યુવકની હત્યા સ્થાનિક વિસ્તારના શબ્બીર અને ઈમ્તિયાઝ નામના યુવકોએ કરી હતી જાેકે તેમને હત્યા કરવા માટે અમદાવાદના મૌલાના ઐયુબ તથા દિલ્હીના મૌલાના કમર ગની ઉસ્માની ઉશ્કેર્યા હતા. માત્ર સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલી પોસ્ટ ને કારણે જ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં એટીએસએ એક પછી એક આરોપીઓને શોધી કાઢ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમન માસ્ટર માઇન્ડ એવા ઉસ્માનીની પૂછપરછ કરવામાં આવી રહી છે તેમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. કમર ગની ઉસ્માનીએ અમદાવાદ, સુરત કને રાજકોટ સહિત અનેક જગ્યાઓ પર નેની મોટી બેઠકો યોજી હતી. આ બેઠકોમા સંખ્યાબંધ યુવાનોના કાન માં ઝહેર નાંખ્યું હોવાનું બહાર આવી રહ્યું છે. એટીએસના ડીવાયએસપી બી એચ ચાવડાએ જણાવ્યું હતું કે, આરોપી કમર ગનીએ લખનઉમાં રજિસ્ટ્રેશન કરવી ટી.એફ.આઈ નામથી એક સંગઠન બનાવ્યું હતું. આ સંગઠનમાં રોજના ૧ રૂપિયા દાનમાં લઈ સભ્યો બનાવવામાં આવતા હતા. તપાસમાં ટી.એફ.આઈ સંગઠનના ૨ બેન્ક એકાઉન્ટ બહાર આવ્યા છે. બેન્ક એકાઉન્ટમાં નાણાકીય વ્યવહારો અંગે ગુજરાત એટીએસ અને કેન્દ્રીય એજન્સીઓ પણ તપાસ કરી રહી છે. મુસ્લિમ સમાજ પર ટીકા ટિપ્પણી કરનાર લોકો પર કાયદાકીય પ્રકરીયા પણ કરાવતો અને જેહાદી ષડયંત્ર હેઠળ મુસ્લિમ યુવાનોને હત્યા કરવા જેવા ગુનાઓ આચરવા માટે પ્રેરતો હોવાનું બહાર આવ્યું છે. જાેકે ભડકાઉ પુસ્તકમાં પણ સજા નક્કી કરવામાં આવી હતી. એટીએસએ અત્યાર સુધીમાં ૮ આરોપીઓની ધરપકડ કરી ચુકી છે.