સિડની

ભારતીય ક્રિકેટ ટીમ બ્રિસ્બેન બોર્ડર ગાવાસ્કર ટ્રોફી રમવા જઇ રહી છે ત્યારે ક્વીન્સલેન્ડ ગવર્મેન્ટે ખુબ જ કડક નિવેદન આપ્યુ છે. કહ્યું છે કે, જો ટીમે પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવું હોય તો તે રાજ્યમાં પ્રવેશ ન કરે. ક્વિન્સલેન્ડ સરકારના સ્વાસ્થ્ય મંત્રી રોસ બેટ્સે સ્પષ્ટ કહી દીધુ છે કે, નિયમું પાલન ન કરવુ વિકલ્પ છે જ નહી. જો ભારતીય ક્રિકેટ ટીમ ચોથી ટેસ્ટ માટે બ્રિસ્બેનના નિયમોનું પાલન ન કરવા ઇચ્છતી હોય તો તેમણે અહીં ન આવવું જોઇએ. 


ટીમ ઇન્ડિયાના એક સુત્રએ કહ્યું કે, 14 દિવસ ટીમ ઇન્ડિયાએ દુબઇમાં ક્વૉરંટાઇન થવુ પડ્યુ હતુ અને બાદમાં સિડની પહોંચ્યા પહેલા પણ 14 દિવસ આઇસોલેટ થવુ પડ્યુ હતું. જેનો મતલબ છે કે અમે લગભગ 1 મહિનો બબલમાં રહ્યા. હવે આ ટુરમાં ક્વૉરંટાઇન થવા માંગતા નથી. 

ટીમ ઇન્ડિયા સાથે જોડાયેલ સુત્ર દ્વારા કહેવામાં આવ્યું કે, ટીમ સીરીઝની દરેક મૅચ રમવા તૈયાર છે, તે બ્રિસ્બેન સિવાય અન્ય કોઇ પણ રાજ્યમાં મૅચ રમવા તૈયાર છે. તેણે કહ્યું કે, જો અમે બ્રિસ્બેન જઇને એક હોટલમાં ફસાઇ જવાના હોઇએ તો અમે ત્યાં નહી જઇએ, અમને કોઇ વાંધો નથી એક જ શહેરમાં રહીને અમે સીરીઝ પૂર્ણ કરીને જઇએ,