વલસાડ : રાજ્યની વિધાનસભાની પેટાચૂંટણીઓ મંગળવારે યોજાઇ હતી. ચૂંટણી પંચ ના આદેશ પ્રમાણે કપરાડા ના તમામ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કોવિડ -૧૯ ના કડક અમલવારી સાથે સાવરે ૭ વાગ્યે મતદાન શરૂ થયો હતો. મતદાન નો પ્રારંભ થતા જ કાકડકોપર ના ૮૫ વર્ષીય છના ભાઈ રાવીય ભાઈ પટેલ અને તેમની પત્ની ઝામુબેને સૌથી પહેલા મતદાન કરી લોકોને મતદાન કરવા પ્રેરિત કર્યો હતો.  

સવરાના સાત વાગે મતદાન શરૂ થવાનો સમય હતો. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ મતદારો પોતાનો મત આપવા કેન્દ્ર ખાતે ઉમટી પડ્યા હતા. કપરાડા ના ધારાસભ્ય એ રાજીનામાં ધરી દેતા વિધાન સભા ની ખાલી થઈ ગયેલ બેઠક પર આજ રોજ ચૂંટણી પંચ ના આદેશ મુજબ ચૂંટણી યોજાઈ હતી કપરાડા ની બેઠક પર ૪ ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી છે. પક્ષપલટુ ઉમેદવારો ને લઈ પ્રજા માં રોષ હોવા છતાં પ્રજા જાગૃત બની મતદાન કર્યો હતો કપરાડા ના ૩૭૪ મતદાન મથકો પર ૨, ૪૫,૭૪૩ મતદારો એ મતદાન કરવાનું હતું જેમાં૧૨૪૫૨૫ જેટલા પુરુસ મતદારો અને ૧૨૧૨૨૦ સ્ત્રી મતદારો નો સમાવેશ થાય છે પાંચ વાગ્યા સુધીમાં ૮૭૪૨૯ પુરુષ મતદારો જ્યારે ૮૨૭૦૨ સ્ત્રી મતદારો એ મતદાન કર્યું હતું સવારે ૭ વાગ્યે થી જાગૃત મતદારો મતદાન મથકો પર આવી ગયા હતા.ચૂંટણી પંચના આદેશ મુજબ કોવિડ -૧૯ ના ચુસ્ત કાયદા હેઠળ મતદાતાઓ મતદાન કર્યું હતું. ચૂંટણી પંચના આદેશ પ્રમાણે આરોગ્ય ની ટિમ ખડેપગે તૈનાત હતી મતદાન કરવા આવનાર દરેક મતદારને સેનેટાઈઝર, માસ્ક અને હેન્ડ ગ્લોવ્ઝ આપી મતદાન કરવા જવા દેતા હતા. છેલ્લા ઘણા દિવસો થી ઉમેદવારો પોતાના તરફેણ માં મતદાન કરવા પ્રજા સામે માથા ટેકી રહ્યા હતા પ્રજા એ આપેલ આશીર્વાદ આજે ઇવીએમ માં કેદ થઈ ગયો છે.

ભાજપ કોંગ્રેસ ના ઉમેદવારો સહિત અપક્ષ ઉમેદવારો પણ જીત નો દાવો કરી રહ્યા છે કોંગ્રેસ ના ઉમેદવાર બાબુ વરઠા ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરી, અપક્ષના ઉમેદવાર પ્રકાશ પટેલ, જ્યેન્દ્ર ગાવીત મતદાન કરી જીત ની કામના કરી હતી. ચૂંટણી માટે પોલીસનો ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ચૂંટણી વખતે કોઇ જ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો ન હતો.

૪૦ થી વધુ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો

 પારડીના તરમાલિયા ગામમાં નેટવર્કનો અભાવ હોવાથી વિદ્યાર્થીઓ એ અભ્યાસ કરવા ૩-૪ કિ.મી દૂર જવું પડે છે પરીક્ષાના સમયમાં ગામથી ૩-૪ કિ.મી દૂર અભ્યાસ અર્થે જવું પડતું હતું. ગામ ના લોકો ની ફરિયાદો ને અવગણી દેવતી હોવાને કારણે ગામના ૪૦ થી વધુ યુવાનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો જો કે ભાજપા નેતાઓ તેમને સમજાવવા દોડી આવ્યા હતા પરંતુ યુવાનોએ એક ના બે ન થયા હતા ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.