નવી દિલ્હી,તા.૯

કોરોના વાયરસના કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૩ સિઝનને લઇને સ્થિતિ સ્પષ્ટ નથી થઇ રહી છે. માહિતી પ્રમાણે હવે આઇપીએલના આયોજનના સ્થળને લઇને બીસીસીઆઇ ૩-૨માં વહેંચાઇ ગયુ છે. રિપોટ્‌ર્સ પ્રમાણે, બીસીસીઆઇના અધિકારીઓએ જાણકારી આપી છે કે આઇપીએલનુ આયોજન ભારતમાં જ થશે. જોકે સ્થિતિ સ્પષ્ટ નથી થાય તો લીગને ભારતની બહાર કરાવવાની પણ માંગ થઇ રહી છે. બોર્ડના અધિકારીઓએ નામ નામ આપવાની શરતે કહ્યું કે ઇન્ડિયા આઇપીએલ કરાવવાને લઇને પલડુ ૩-૨થી ભારે છે. બીસીસીઆઇના અધિકારીનુ કહેવુ છે કે ઇન્ડિયામાં આઇપીએલનુ આયોજન કરાવવા પર દેશના લોકોમાં પાઝિટીવ મેસેજ જશે, એટલુ જ નહીં વિદેશમાં જવાનો અર્થ છે કે ખેલાડીઓને મેદાન પર ઉતરતા પહેલા જ નવી ગાઇડલાઇન્સનો સામનો કરવો પડશે.