વડોદરા : મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સીટી અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચા બાદ તળાવોનું બ્યુટીફિકેશન કર્યું છે. જે પૈકી છાણી, હરણી ,લક્ષ્મીપુરા સહિતના તળાવો સુકાઈ જતા હવે પશુઓ માટે વૃંદાવન બન્યું છે. જે વાતને સાર્થક કરતા સૌથી વિશાળ એવા છાણીના તળાવમાં પશુઓ વિહરતા નજરે પડી રહ્યા છે.

છેલ્લા એક વર્ષથી છાણી ગામનું વિશાળ તળાવ બ્યુટીફીકેશનની કામગીરી બાદ સુકાઈ જવા પામ્યું છે.તળાવ જાણે મેદાન બની ગયુ છે. વિપક્ષે બ્યુટીફીકેશનની કામગીરીની નિંદા કરી તંત્રના પાપે તળાવની પરિસ્થિતિ સર્જાઇ હોવાના આક્ષેપ પણ કર્યા છે. તળાવ સુકાઈ જતા ચારે તરફ ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. અને પશુપાલકોને જાણે મોજ પડી હોય તેમ પોતાના પશુઓ તળાવમાં વિહરવા માટે છોડી મૂકે છે. આ નજારો માત્ર છાણી ગામમાં જ નહીં પરંતુ બ્યુટીફીકેશન થયેલા હરણી તળાવ ,લક્ષ્મીપુરા તળાવ સહિતના સ્થળોએ જાેવા મળે છે. ઉપરાંત તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જાહેરાત કરી હતી કે વડોદરામાં રખડતા પશુનો ત્રાસ બંધ થયો છે. પરંતુ જાે તેઓ વડોદરાના રસ્તે પસાર થાય તો વાસ્તવિકતા ખબર પડે. આજે પણ શહેરના પેરાફેરીના કેટલાક વિસ્તારોમાં રખડતાં પશુઓનો જમાવડો યથાવત જાેવા મળે છે.કરોોડના ખર્ચે બ્યુટીફીકેશનની કામગીરી બાદ પાલિકા દ્વારા તળાવનાી ફરતે બનાવાયેલા પાથવે કે તળાવમાં પાણીની કોઈ સફાઈ કરાતી નથી.તો કેટલાક તળાવોમાં તો હજુ પણ ડ્રેનેજના પાણી સીધા છોડવામાં આવી રહ્યા છે.