દિલ્હી-

કોરોનાની બીજી લહેર બાદ હવે ત્રીજી લહેર આવી ગઈ છે તેવો સંકેત મહારાષ્ટ્રમાં જોવા મળ્યો છે. મહારાષ્ટ્રમાં માત્ર મે મહિનામાં જ 34,486 બાળકોને કોરોના થયો છે. આ સંખ્યા સતત વધી રહી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ 1થી26 તે સુધીમાં 10 વર્ષ સુધીના 34,486 બાળકો કોરોના સંક્રમીત થયા છે. 1 મી ના રાજયમાં કુલ સંક્રમીત બાળકોની સંખ્યા 1,38,576 હતી. જે 26 મે ના વધીને 1,73,060 થઈ છે. 1 મે ના 11થી20 વર્ષના 3,11,455 દર્દીઓ હતા. જે 26 મે ના આ વયના રોગીઓની સંખ્યા 3,98,266 થઈ છે.

કોરોનાની ત્રીજી લહેરથી પર વધુ જોખમ છે તેવું લાગી રહ્યું છે. પરંતુ ડોકટરોના કહેવા મુજબ રોગથી બાળકોને વધુ ખતરો હોય તેવા ડેટા છે નહી. જેના કારણે ચિંતીત થવાની જરૂર નથી.છતપતિ શિવાજી મહારાજ હોસ્પીટલના બાળરોગ નિષ્ણાંત ડો. સુનીલ જુનાગડ ના જણાવ્યા અનુસાર કોરોનાની પહેલી લહેરમાં પણ બાળકો સંક્રમીત થયા છે. વૃદ્ધો અને યુવાનોની તુલનામાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ સારી હોય છે. જેના કારણે બાળકોની ઈમ્યુનીટી મજબૂત હોય છે. બાળકોના જન્મ બાદ કરવામાં આવતા રસીકરણના કારણે બાળકોમાં ઈમ્યુનીટી સારી હોય છે. જેના કારણે બાળકોના માતા-પિતાએ કરવાની જરૂર નથી તથા લોકડાઉનના કારણે બાળકો ઘરમાં રહે છે અને બહારનો ખોરાક ખાવામાં આવતો ન હોવાથી બાળકોની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. જેના કારણે બાળકોને કોરોનાના શિકાર બનશે તેવું તજજ્ઞોનું કહેવું છે.