વોશ્ગિટંન-

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જાે બિડેન અગાઉ પણ ભારત-અમેરિકાનું સમર્થન કર્યું છે. જાે બિડેન સત્તા સંભાળ્યા બાદ તેમની પ્રાથમિકતામાં ભારત સાથે સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રે ભાગીદારી સૌથી મોખરે રહેશે તેમ ઓબામા સાશનકાળના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં પણ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં વિકાસ થયો હતો.

અમેરિકન મીડિયાએ જાે બિડેનને ડેમોક્રેટ પાર્ટીના નવા રાષ્ટ્રપતિ ઉમેદવાર તરીકે વિજેતા ગણાવ્યા છે. રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પે હજી સુધી હારનો સ્વીકાર કર્યો નથી અને 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામને સુપ્રીમ કોર્ટમાં પડકારવા વિચારી રહ્યા છે.

ભારત, પાકિસ્તા તેમજ દક્ષિણ એશિયા બાબતોના વરિષ્ઠ અધિકારી એલિસિયા આયર્સે કરાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ ખાતે જણાવ્યું હતું કે બિડેન તેમજ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ માટે ભારત સાથેના સંબંધો પ્રાથિકતાનો મુદ્દો રહેશે. ટ્રમ્પ તંત્રએ ભારત સાથેના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ સાધ્યો હતો. આયર્સ 2010થી 2013 સુધી દક્ષિણ એશિયા માટેના ડેપ્યુટી આસિસ્ટન્ટ સેક્રેટરી રહ્યા હતા.

બિડેને ચૂંટણી પ્રક્રિયા વખતે પણ એજન્ડામાં ભારત અને અમેરિકા ભાગીદારીને સમર્થન આપ્યું હતું. બિડેનના કોરોના વાયરસ સામેના જંગ અને જળવાયુ પરિવર્તનના મોરચે કામગીરીને મહત્વ અપાયું છે. જેને પગલે ભારત સાથે આ અંગે સહયોગ આવશ્યક બની રહેશે તેમ આયર્સે વધુમાં જણાવ્યું હતું. આ ઉપરાંત ક્લીન એનર્જી અને ક્લાઈમેટ સહયોગ જેવા એજન્ડા પણ ઓબામા કાળની જેમ બિડેન તંત્રની ટોચની પ્રાથમિકતા રહેશે.

આયર્સે જણાવ્યું હતું કે ભારત સૌર ઉર્જામાં વૈશ્વિક સ્તરે મોખરાના દેશ તરીકે ઉભર્યું છે. ટ્રમ્પ વહીવટી તંત્રએ આ મુદ્દાને હાંસિયામાં ધકેલી દીધો હતો પરંતુ બિડેન તંત્ર આ દિશામાં સહયોગના દ્વારા ખોલશે તેમાં જ સૌનું સંયુક્ત હિત છે.