ગાંધીનગર-

કોરોના મહમારી સંદર્ભે રાજ્ય સરકારે આજે મળેલી કેબિનેટની બેઠકમાં વધુ એક ર્નિણય લીધો છે. ધારાસભ્યોના પગારમાં ૩૦ ટકાનો જે કાપ મુક્્યો છે તે અંગેનું વિધાનસભા સત્રમાં વિધેયક લાવવામાં આવશે. આ અંગે સંસદીય રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે વિશ્વૈક મહામારી કોરોના સંદર્ભે રાજ્ય સરકારે ધારાસભ્યો, મંત્રીઓ, વિપક્ષના નેતા અને વિધાનસભાના અધ્યક્ષના પ્રવર્તમાન મૂળ પગારમાં ૧ એપ્રિલ થી ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી એક વર્ષના સમયગાળા માટે ૩૦ ટકા કાપ મુકવાનો અગાઉ ર્નિણય કર્યો હતો. જે અંગે એપ્રિલ, ૨૦૨૦માં વટ હુકમ બહાર પાડી તેનું અમલીકરણ કરવામાં આવ્યું છે. આ સંદર્ભે આગામી વિધાનસભા સત્રમાં આ અંગેનું વિધેયક લાવવામાં આવશે. આ ર્નિણયથી પદાધિકારીઓ અને ધારાસભ્યોના પગારમાં ઘટાડો થતા એક વર્ષના ગાળામાં અંદાજે રૂા. ૬ કરોડ ૨૭ લાખની બચત થશે. જે રકમ કોરોના સામેની લડતના ખર્ચ માટે વાપરી શકાશે.

મંત્રી જાડેજાએ ઉમેર્યું કે કોરોના મહામારીના સંદર્ભમાં નાણાકીય ખર્ચમાં બચત થાય તે ઉદ્દેશથી રાજ્ય સરકારે અનેકવિધ પગલા લીધા છે. ત્યારે કેટલાક ધારાસભ્યો અને પદાધિકારીઓ દ્વારા વ્યક્તિગત રીતે રાજ્ય સરકારને નાણાકીય મદદ કરવા માટે તત્પરતા દર્શાવાયેલી હતી. આ અંગે એક સમાન નીતિ અખત્યાર કરવાના હેતુથી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ધારાસભ્યો અને પદાધિકારીઓના મુળ પગારમાં ૩૦ ટકાનો કાપ એપ્રિલ, ૨૦૨૦થી એક વર્ષના સમયગાળા માટે અમલી રહે તે રીતની જાેગવાઇ કરતો વટહુકમ બહાર પાડી સંબંધિત કાયદાઓમાં સુધારો કરવાનો ર્નિણય કરી તેની અમલવારી શરૂ કરી છે.

મંત્રીએ આગળ કહ્ય્šં કે આ વટહુકમની જાેગવાઇઓ વિધાનસભાના આગામી સત્રમાં વિધેયક સ્વરૂપે લાવવી જરૂરી હોઇ, રાજ્ય મંત્રીમંડળની આજે મળેલી બેઠકમાં આ વિધેયક લાવવાનો ર્નિણય કરવામાં આવ્યો છે અને આગામી વિધાસસભા સત્રમાં આ વિધેયક દાખલ કરી ગૃહની મંજૂરી મેળવી કાયદાનું સ્વરૂપ આપવામાં આવશે. પ્રદિપસિંહે વધુમાં ઉમેર્યું કે, ધારાસભ્યો અને અન્ય પદાધિકારીઓના પગારમાં જે રીતે એક વર્ષ માટે ૩૦ ટકાનો પગાર કાપ મુકવામાં આવ્યો છે તે જ પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા જે નિવૃત્ત કર્મચારીઓ/અધિકારીઓને કરાર આધારિત નિમણૂંક આપવામાં આવી છે તેમને મળતા પગારમાં પણ ૩૦ ટકા કાપ એક વર્ષના સમયગાળા માટે મુકવાનો ર્નિણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.