અમરેલી-

ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી પહેલા કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપ અને કૉંગ્રેસ પેટા ચૂંટણીને લઈને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાની ધારી બેઠક પર કૉંગ્રેસને ઝટકો લાગ્યો છે. ધારી બેઠક પર કૉંગ્રેસના 200 જેટલા કાર્યકરો ભાજપમાં સામેલ થયા છે. બગસરા એનએસયુઆઈના પ્રમુખ સહિત યુવા કૉંગ્રેસના 200 કાર્યકરો કેંદ્રીય મંત્રી મનસુખ માંડવિયાની હાજરીમાં ભાજપમાં સામેલ થયા છે.

ધારી વિધાનસભા બેઠક પર ભાજપે મોટો રાજકીય દાવ રમ્યો છે. યુવા કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં સામેલ થયા છે. યુવક કૉંગ્રેસના 200 જેટલા કાર્યકરોએ કેસરીયો ખેસ ધારણ કર્યો છે. બગસરા એનએસયુઆઈના પ્રમુખ નિખિલ ભંડેરી સહિતના યુવાનો ભાજપમાં સામેલ થયા છે. કેંદ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કેસરિયો ખેસ પહેરાવી તમામ કાર્યકરોને ભાજપમાં આવકાર્યા હતા. 

પેટા ચૂંટણીને લઈને ભાજપ-કૉંગ્રેસ ચૂંટણી પ્રચારમાં લાગ્યું છે. ઉલ્લેખનીય છે કે એક સપ્તાહ પહેલા સુરેન્દ્રનગર લિંબડી બેઠક પર કૉંગ્રેસની ચૂડા ખાતેની જાહેર સભામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો કૉંગ્રેસમાં સામેલ થયા હતા. હાર્દિક પટેલની હાજરીમાં કૉંગ્રેસમાં સામેલ થયા હતા.