રાજપીપળા, તા.૬ 

 નર્મદા જિલ્લા આમુ સંગઠનના કાર્યકરો સાથે બેઠકોનો દોર ચાલુ કર્યો છે.આ તમામની વચ્ચે આમુ સંગઠને ગુજરાતના રાજયપાલ, મુખ્યમંત્રીને સંબોધતુ આવેદનપત્ર નર્મદા કલેકટર અને ડ્ઢર્ડ્ઢં ને આપ્યું હતું.રજુઆતમાં જણાવ્યું છે કે ડેડીયાપાડા તાલુકાની સામરપાડા (થવા), નીંઘટ, નાની બેડવાણ, સાબુટી, દાભવણ, ઉમરાણ, ઝરણાવાડી, ફૂલસર તથા નાંદોદ તાલુકાની ગાડીત, જેતપોર (રામગઢ), બોરીદરા અને નાના હૈડવા ગામોની નવી ગ્રામ પંચાયત વિભાજન દરખાસ્ત ગુજરાતના વિકાસ કમિશનરે નર્મદા ડ્ઢર્ડ્ઢં ને પરત મોકલી છે જે પરત મંગાવી દરખાસ્ત મંજુર કરવામાં આવે.અમારી દરખાસ્ત પરત મોકલી સરકારે એ કારણ આગળ ધર્યું કે ૨૦૨૧ની વસ્તી ગણતરી પ્રક્રીયા ચાલતી હોય ગામ કે શહેરનો બ્લોક તોડવો કે જોડવો નહી.સને ૨૦૨૧ની વસ્તી ગણતરી પછી સ્વતંત્ર ગ્રામ પંચાયત ફાળવવાની કાર્યવાહી કરવામાં આવશે.