વડોદરા,તા.૬  

વડોદરા પાલિકાના કાઉન્સલર અને વોટર વર્કસ સમિતિના સભ્ય બાલુ સુર્વેએ પાલિકાના કમિશ્નરને પાત્ર લખીને મશિયા કાસની પ્ર મોનસુનની કામગીરી તાકીદે કરવાની માગ કરી છે. જેમાં લાલબાગથી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર કલ્વર્ટથી એસઆરપી કમ્પાઉન્ડ થઇ લાલબાગ પાણીની ટાકી પાસેના તળાવ સુધી વરસાદી પાણીના નિકાલની મશિયા કાસની લેવલથી યોગ્ય રીતે કામગીરી કરાવવાની માગ કરી છે.તેઓએ આ અંગે લખેલા પાત્રમાં જણાવ્યું છે કે, આ મશિયા કાસની વરસાદી કાંસમાં ચોમાસાની ઋતુ દરમિયાન પાલિકા દ્વારા પ્રતિ વર્ષ લાખો રૂપિયા ખર્ચ કરીને સફાઈ અને લેવલ યોગ્ય રીતે જળવાય એ અંગેની કામગીરી કરવામાં આવે છે.આ કામગીરી યોગ્ય રીતે કરવામાં આવી નથી.જેની પોલ પ્રથમ સામાન્ય વરસાદે જ ખુલ્લી પડી ગઈ છે. જેને કારણે સામાન્ય નજીવા વરસાદે જ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે. હાલમાં આ કાંસ પર નવીન યુજી સંપ સુધી હાલની ખુલ્લી કાચી વરસાદી કાંસવાળા ભાગની જગ્યા પર આરસીસીની પાકી ક્લોઝડ વરસાદી ગટર બનાવવાની કામગીરી ચાલી રહી છે.કોઈને લાભ કરાવવાને માટે કરાતી કામગીરીને લઈને ચોમાસામાં વરસાદી પાણીના નિકાલમાં રુકાવટો ઉભી થવાનો ભય વ્યક્ત કરાયો છે.જો ભારે વરસાદ પડશે તો આજુબાજુની સોસાયટીના વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ જવાની દહેશત વ્યક્ત કરાઈ છે.આને લઈને પ્રજાની માલમિલ્કતને પણ ભારે નુકશાન થશે.એવી ભીતિ વ્યક્ત કરાઈ છે.