વડોદરા : ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મોટી મોટી સભાઓ અને રેલીઓ કર્યા બાદ હવે વડોદરા જિલ્લાના પાદરા તાલુકા ભાજપના મહામંત્રી શૈલેષ સ્વામી ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. પોતે કોરોનાથી સંક્રમિત હોવા છતા પણ નિયમોને નેવે મુકીને હોસ્પિટલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાની જ્યુપિટર કોવીડ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ દરમિયાન તેમણે કાર્યક્રમ યોજ્યો હતો. આશ્ચર્યજનક બાબત તો એ છે કે, વડોદરા શહેરની અકોટા ભાજપના ધારાસભ્ય સીમા મોહિલે પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કોરોના વોરિયર્સ તબીબોને એવોર્ડ આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અકોટાના ભાજપ ધારાસભ્ય સીમા મોહિલે પણ અનેક તબીબો સાથે ચર્ચા કરી હતી. હોસ્પિટલમાં કાર્યક્રમ કરવા માટે કોણે મંજૂરી આપી તેની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.