ભૂવનેશ્વર-

ઓડિશા વિધાનસભામાં ભાજપના વિધાનસભ્યોએ સ્પીકર પર જૂતાં ફેંકતાં ભારે ઊહાપોહ થયો હતો. ઓડિશા સરકારના મુખ્ય વ્હિપ પ્રમિલા મલ્લિકે મીડિયાને જણાવ્યું હતું કે, વિધાનસભામાં વિપક્ષના નેતા વિષ્ણુ સેઠી, વિધાનસભ્ય જયનારાયણ મિશ્રા અને વિપક્ષના મુખ્ય વ્હિપ મોહન માંઝીએ સ્પીકરના પોડિયમ પર જૂતાં, ઇયરફોન્સ અને પેપર્સ ફેંક્યા હતાં. વિધાનસભાની કાર્યવાહી દરમિયાન ભાજપના વિધાનસભ્યોએ સ્પીકરના પોડિયમ પર જૂતાં, ઇયરફોન્સ અને પેપર્સ ફેંકતા ગૃહની સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. રાજ્યના નાણામંત્રી નિરંજન પૂજારીએ ગૃહમાં ૨૦૧૯-૨૦નો કૈગ રિપોર્ટ રજૂ કર્યો હતો તે પછી વિપક્ષી દળ કોંગ્રેસ એડજાેર્નમેન્ટ મોશન લઈને આવી હતી જેને સ્પીકરે ફગાવી દીધું હતું. તે પછી વિપક્ષી સભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપના વિધાનસભ્ય જયનારાયણ મિશ્રાએ જણાવ્યું, મેં કશું ખોટું કર્યું નથી. વિધાનસભાના અધ્યક્ષ આ પ્રકારના વ્યવહારના હકદાર હતાં.