વડોદરા પાલિકાના વોર્ડ-૧૪ના ભાજપના મહિલા ઉમેદવાર દ્વારા વાલ્મિકી સમાજની લાગણી દુભાય એવી રીતે ઉચ્ચારણો કરતા વાલ્મિકી સમાજનો આક્રોશ ભભૂકી ઉઠ્‌યો હતો. આ વોર્ડના વાલ્મિકી સમાજના અગ્રણીઓ દ્વારા જાતિ વિષયક ઉચ્ચારણોના મામલે ભાજપના મહિલા ઉમેદવારની સામે પોલીસ ફરિયાદ પણ કરવાનું વિચારી રહયા છે.આને લઈને સમગ્ર વાલ્મિકી સમાજે એકત્ર થઈને સૂત્રોચ્ચાર કરીને આવા ઉચ્ચારણોપ કરીને સમગ્ર સમાજને નીચા ચીતરવાના પ્રયાસની આકરી નિંદાઓ કરી છે. તેમજ આની સામે સમગ્ર પક્ષનો આગામી ચૂંટણીઓમાં બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. ભાજપના વડોદરા મહાનગર પાલિકાના ઈલેક્શન વોર્ડ-૧૪ના મહિલા ઉમેદવાર જેલમબેન રાકેશભાઈ ચોક્સી દ્વારા વાલ્મિકી સમાજને માટે જાહેરમાં જે કોઈ ઉચ્ચારણો કરવામાં આવ્યા હતા.એનો વિડિઓ સમગ્ર રાજ્યમાં ફરતો થતા ભાજપને માટે પણ ગળામાં હડ્ડી ફસાયા જેવી સ્થિતિ સર્જાવા પામી છે. વડોદરાના મહિલા ઉમેદવારને કારણે સમગ્ર રાજ્યના ઉમેદવારોને માટે અને પક્ષ ભાજપને માટે નીચા જાેવાપણું થયુ છે.આને લઈને ખુદ પક્ષમાં જ આવા બેફામ ઉચ્ચારણો કરનાર ઉમેદવારની સામે સમગ્ર રાજ્યમાંથી વિરોધનો સુર ઉઠવા પામ્યો છે.પરંતુ આવા ઉચ્ચારણો કરનાર મહિલા હોઈ આક્રોશ હોવા છતાં વિવાદ વકર્યો નથી એમ પક્ષના આંતરિક સૂત્રોમાં ચર્ચાઈ રહ્યું છે.