ગાંધીનગર,

ભાજપે નિરીક્ષકોએ જે તે વિધાનસભાની મુલાકાત લઈ તૈયાર કરવામાં આવેલ રિપોર્ટ એ મુખ્ય મંત્રી નિવાસ્થાને મળેલ કોર ગ્રુપની બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે.આ રીવ્યુ બેઠકમાં આગામી રણનીતિ પર ચર્ચા કરવામાં આવી. સૂત્રો કહી રહ્યા છે કે ભાજપને ૪ થી ૫ સીટ પર અત્યારે સ્થતિ કપરી છે. પેટા ચૂંટણી માટે ભાજપે તમામ સીટ ૨ નિરીક્ષકની નિમનુક કરી છે ભાજપને કેટલીક બેઠક પર સ્થતિ કફોડી છે તો પણ ભાજપ માટે કેટલીક બેઠક પર કોરોનાના કારણે ઓછું મતદાન થાય તો ફાયદો થઈ શકે છે. હાલમાં ભાજપના નિરીક્ષકો જે તે વિધાનસભા વિસ્તારમાં સેન્સની પ્રક્રિયા પૂર્ણ કરી આવ્યા છે તેનો રિપોર્ટ પણ તૈયાર કરી મુખ્ય મંત્રી નિવાસ્થાને મુખ્ય મંત્રી અને પ્રદેશ ભાજપના નેતાઓ ની હાજરીમાં ચર્ચા કરવામાં આવી હતી જેમાં આગામી રણનીતિ તૈયાર કરી તે મુજબ કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.

૮ પૈકીની કેટલીક સીટ એવી છે જેમાં ભાજપ માટે સ્થતિ સારી ના કહી શકાય એવી છે. પાર્ટીના સૂત્રો કહી રહ્યા છે કે ૮ વિધાનસભા પેટા ચૂંઠણી મામલો ભાજપનો જ આંતરિક રીપોર્ટ ચોંકાવનારો હાલમા ભાજપ ને ૫ થી ૬ બેઠકો પર હાર નો કરવો પ઼ડી શકે છે સામનો. હારનું કારણ ભાજપના જ નેતાઓની નારાજગી થઇ શકે છે એમ સૂત્રોએ જણાવ્યું છે. સતત પક્ષ પલટુઓ ને પ્રાઘાન્ય મળતા ભાજપના કાર્યકર્તાઓથી માંડી સ્થાનિક હોદ્દદારો નારાજઅબડાસા,ધારી, મોરબી, કરજણ,કપરાણામા અંસતોષઅંસંતોષ ને ખાળવામા નહી આવે તો ફરી ભાજપને હાર નો સામનો કરવો પડી શકે છે.

વર્ષ ૨૦૧૭ મા જેઓ ભાજપ ના ઉમેદવાર હતા એમણે ચૂંટણી ઇન્ચાર્જ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો. ધારીમાં દિલીપ સાંઘાણી તથા મોરબીના કાંતિ અમૃતિયા લડ્યા હતા ચૂંટણી. ચૂંટણી નિરિક્ષકો એ તમામ બાબતે પ્રદેશ હોદ્દેદારો સમક્ષ મંતવ્ય રજૂ કરવાનું આપ્યુ આશ્વાન. ડાંગ બેઠકમાં ભાજપ પાસે કોઈ એવો મજબૂત દાવેદાર નથી કે તેના નામથી ચૂંટણી જીતી શકાય કે કોઈ એવી કામગીરી પણ નથી સરકારની જેના આધારે ભાજપ આસાનીથી જીત મેળવી શકે. તો આ સિવાય મોરબી અને અમરેલી બેઠકમાં ભાજપને ડર છે કે પાર્ટીનો આંતરિક કલેહ અને પાટીદાર મેજારીટીના કારણે પાર્ટીને નુકશાન થઈ શકે છે અને અબડાસા બેઠક માટે પણ પાર્ટીનો રિપોર્ટ સારો નહિ હોવાનું સૂત્રો કહી રહ્યા છે.