રાનકુવા

ચીખલી જુની મામલતદાર કચેરી ખાતે તાલુકા પંચાયતનું મસમોટું બોર્ડ ન ખસેડાતા અરજદારો અવઢવમાં મુકાય રહ્યા છે. ચીખલી તાલુકા પંચાયતની કચેરીનું અદ્યતન મકાનમાં સ્થાનાંતર થયાના ઘણો સમય વીતી ગયો છે પરંતુ જુની મામલતદાર કચેરી ખાતે તાલુકા પંચાયતનું મસમોટું બોર્ડ હજી પણ ખસેડવાનો વહીવટી તંત્ર પાસે સમય નથી. જોકે તાલુકા પંચાયતનો ઉપરોક્ત બોડૅને કારણે અરજદારો અવઢવમાં મુકાઇ જતા હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકો મામલતદાર કચેરીમાં કામો માટે આવતા હોય છે ત્યારે તંત્ર આ બોર્ડને હટાવવા માટેની તસ્દી લે તેવી માંગ ઉઠી છે. અરદારોને ધક્કો પડે છે અને સમયનો વ્યય થાય છે તેથી ઘટતું કરવા તંત્ર સમક્ષ લોકોએ રજૂઆત કરી હતી.1