બોડેલી : હાંડોદ પાસે ગળું કાપી ને હત્યા કરેલી મહિલા બોડેલી તાલુકા ના પતરા ગામની હોવાનુ બહાર આવ્યું છે.સંખેડા તાલુકા ના હાડોદ રોડ ઉપર ડોસીની વાવ પાછળ એક અજાણી મહિલા ની લાશ મળી હતી જે બોડેલી તાલુકા ના પતરા ગામ ની હોવાનું બહાર આવ્યું છે. આ મહિલા નું ગળું કાપીને હત્યા કરાઈ હતી.આ અજાણી મહિલા ની લાશ વાવ પાછળ મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. હત્યાની જાણ થતાં પોલીસ કાફલો હત્યા સ્થળે પહોંચ્યો હતો. આ મહિલા ની લાશ પાસે એક અસ્ત્રો પડેલો જાેવા મળ્યો હતો.આ મહિલા ની હત્યા હોવાનું ખબર પડતાજ નગરજનો પણ ઉમટી પડ્યા હતા.પોલીસે અજાણી મહિલા ની લાશ ને પોસમોટર્મ અર્થે સંખેડા રેફરલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.. અરેરાટી ઉપજાવે તેવા યુક્ત બનાવ માટે પોલીસ સધન તપાસ ચલાવી રહી છે.