વડોદરા : એમ.એસ.યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે સેવા આપતા ચિત્રકારનો મૃતદેહ આજે તેમના નિવાસસ્થાન બંગલામાંથી રહસ્યમય સંજાેગોમાં મળી આવતાં અનેક તર્કવિતર્કો સર્જાયા છે. આ બનાવની જાણ માંજલપુર પોલીસ મથકને કરવામાં આવતાં હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ ઘટનાસ્થળે પહોંચી જઈને કાયદેસરની કાર્યવાહી સાથે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો.

માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર કલાલી વિસ્તારના ઓકટેવ ફલેટ વેદાંત સોસાયટીમાં રહેતા આર્ટિસ્ટ અનિશભાઈ વોરા (ઉં.વ.પપ) એક આર્ટિસ્ટ (ચિત્રકાર) હોવાના નાતે તેઓ એમ.એસ.યુનિ.ની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે સેવાઓ આપતા હતા. તેમને તેમના પત્ની સાથે અણબનાવને કારણે તેઓ એકલા રહેતા હતા અને એકલવાયુ જીવન જીતા હતા. આજે સવારે પ્રો. અનિલભાઈ વોરાનો મૃતદેહ રહસ્યમય સંજાેગોમાં તેમાન બંગલાના રૂમમાંથી મળી આવ્યો હતો. આ બનાવની જાણ માંજલપુર પોલીસ મથકને પાડોશીઓએ કરતાં માંજલપુર પોલીસ મથકના હે.કો. રમેશભાઈ કિશનભાઈ તરત જ બનાવના સ્થળે આવી પહોંચ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી સાથે બંગલાની તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં તેમના પત્ની દીતિબેન વોરા શહોરના સમા વિસ્તારમાં જ અલગ રહેતાં હોવાથી તેમને બનાવની જાણ કરવામાં આવી હતી, જેથી તેમના પત્ની પણ દોડી આવ્યાં હતાં. ત્યાર બાદ પ્રો. અનિલભાઈ વોરાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેઓ હાઈબીપી અને હૃદયરોગની બીમારીથી પીડાતા હોવાનું પત્ની દ્વારા પોલીસને જાણવા મળ્યું હતું. તેમ છતાં પોલીસ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જાેઈ રહી છે.