સુરત : આજે સવારે મગદલ્લાના ભૈયાભાઈ સ્ટ્રીટના ઍક મકાનમાંથી વિદેશી યુવતીની શંકાસ્પદ રીતે સળગેલી હાલતમાં લાશ મળી હતી. યુવતીનો ઘરનો દરવાજા પણ બહારથી બંધ હતો. બનાવની જાણ થવાની સાથે ઉમરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતી થાઈલેન્ડની અને અગાઉ સ્પામાં નોકરી કરતી હોવાનુ બહાર આવ્યું છે.

મગદલ્લાના ભૈયાભાઈ સ્ટ્રીટમાં નગીનભાઈ પરભુભાઈ પટેલનાના ભાડાના મકાનમાં રહેતી મૂળ થાઈલેન્ડની મિમી નામની યુવતીની આજે સવારે તેના રૂમમાંથી શંકાસ્પદ રીતે સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. મિમીનો ઘરનો દરવાજા બહારથી બંધ હતો. દરમિયાન સવારે આઠેક વાગ્યે ઘરમાંંથી ઘુમાડો નિકળતા મકાન માલીકને આગ લાગી હોવાનુ સમજી આજુબાજુના લોકોની મદદથી દરવાજાનો લોક તોડી અંદર ઘુસ્તા મિમીની સળગેલી હાલતમાં લાશ જાઈ ચોકી ઉઠ્‌યા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરતા ઉમરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો. પોલીસે ઍફઍસઍલની ટીમને પણ સ્થળ બોલાવી હતી. પોલીસે મિમીની લાશને પીઍમ માટે હોસ્પિટલમાં મોકલી આગળ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમા મિમી અગાઉ સ્પામાં કામ કરતી હતીશ્વ પરંતુ છેલ્લા દોઢ બે મહિનાથી બેકાર હતી. મિમી સાથે તેની બહેન પણ રહેતી હતી પરંતુ તે લોકડાઉન પહેલા થાઈલેન્ડ નાસી ગઈ હતી. મિમીને ગઈકાલે રાત્રે સાડા આઠેક વાગ્યે તેની બહેનપણી મળવા માટે આવી હતી ત્યારબાદ આજે સવારશ્વે મિમીને શંકાસ્પદ રીતે સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી અને તેના ઘરનો દરવાજા બહારથી બંધ હતો.