ડભોઇ, ડભોઇ નગરના નાંદોદી ભાગોળ વિસ્તારમાં એક અજાણ્યા ઈસમનો મૃત દેહ સિમેન્ટના બાકડા નજીકથી મળી આવ્યો હતો. એક જાગૃત નાગરિક દ્વારા પોલીસને મૃતદેહ અંગે જાણ કરવામાં આવતાં પોલીસ દ્વારા ઈસમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી તેના વાલી વારસોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. ડભોઇ નાંદોદી ભાગોળ વિસ્તારમાં સોમવારના રોજ વહેલી સવારે સિમેન્ટના બાકડા ઉપર અજાણ્યા ઈસમને મૃત હાલતમાં પડેલો જાેતાં વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. આ વાતની જાણ વિસ્તારના જાગૃત નાગરીક કિરીટભૈયા વસાવાને થઇ હતી. તેઓ દ્વારા પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ ઉપર જઇ તપાસ કરતાં ૩ વર્ષીય મૃતક ઇસમના મોતનું કારણ જાણવા માટે તેના મૃતદેહને ડભોઇ રેફરલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેની પી.એમ.માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસના જણાવ્યાનુસાર મૃતક ઈસમ માનસિક અસ્થિર મગજનો અને ભિક્ષુક જેવો લાગી રહ્યો છે. જેના પરિવારની શોધ શરૂ કરવામાં આવી છે. પી.એમ. રિપોર્ટ બાદ મૃતકનું મોત ઠંડીથી કે અન્ય કોઇ બીમારીથી થયું છે તે બહાર આવે તેમ છે.