મ્યુઝિકલ કોમેડી શો Glee ફેમ અમેરિકન અભિનેત્રી-ગાયિકા નયા રિવેરાનું નીધન થયું છે. લગભરગ એક સપ્તાહ પહેલા કેલિફોર્નિયાના પીરૂ લેકમાં પોતાના દિકરા સાથે સ્વિમિંગ કરવા ગયેલી હોલીવૂડ એક્ટ્રેસ નાયા રિવેરા ગુમ હતી અને હવે તેમનો મૃતદેહ મળી આવ્યો છે. લેકની વચ્ચે બોટ પર તેમનો 4 વર્ષનો બાળક મળી આવ્યો હતો. ત્યારબાદથી રિવેરાની શોધ કરવામાં આવી રહી હતી અને છ દિવસ બાદ મળેલી લાશની ઓળખ 33 વર્ષની રિવેરા તરીકે કરવામાં આવી રહી છે.

રિવેરા અનેક હોલીવૂડ ફિલ્મોમાં જોવા મળી છે અને પોતાની હિટ મ્યૂઝિકલ સીરિઝ 'ગ્લી'ને માટે ખૂબ જ ફેમસ રહેલી રિવેરા 8 જુલાઈના રોજ તેમના દિકરા જોસેની સાથે લેક પર પહોંચ્યા હતા. ત્યાં તેમણે 3 કલાક માટે બોટ ભાડા પર લીધી અને દિકરાની સાથે લેક પર પહોંચી ગઈ હતી.

ત્રણ કલાક બાદ જ્યારે રિવેરાની બોટ પરત ફરી નહીં અન્ય એક બોટ તેમની શોધ માટે નિકળી હતી. ત્યાંના અધિકારીઓએ જોયું કે રિવેરાની બોટ પર માત્ર તેમનો દિકરો જ છે. જણાવવામાં આવી રહ્યું છે કે દિકારીએ જાણકારી આપી હતી કે રિવેરા લીકમાં સ્વિમિંગ માટે ગઈ હતી પરંતુ પરત આવી નથી. હેલિકોપ્ટર, ગોતાખોર, ડ્રોનની મદદથી તેમની શોધ કરવામાં આવી રહી હતી. વેન્ચુરા કાઉન્ટી શેરિફના લોકો રિવેરાની શોધ કરી રહ્યા હતા અને સોમવારે સવારે તેમને લાશી મળી જેની ઓળખ રિવેરા તરીકે થઈ છે.

અહેવાલો અનુસાર, હિટ ટીવી મ્યુઝિકલ કોમેડી ગ્લી ફેમ નયા રિવેરાનો મૃતદેહ છ દિવસ પછી દક્ષિણ કેલિફોર્નિયામાં પીરુ તળાવ નજીક મળ્યો હતો. તે 33 વર્ષની હતી.

અહેવાલો અનુસાર વેન્ચુરા કાઉન્ટી શેરિફના અધિકારીએ જણાવ્યું હતું કે, નયા છેલ્લા છ દિવસથી ગુમ હતી. જે લેક સાઈડથી તેની લાશ મળી આવી ત્યાં 8 જુલાઈએ તેના ચાર વર્ષના પુત્ર Josey (જોસેય) એકલા નાવ પર મળી હતી. શો ગ્લી તેની સહ-સ્ટાર જેન લિંચે ટ્વીટ કર્યું - 'આરામ કરો પ્યારી નયા, તમે કેટલા મજબૂત હતા'. એફએક્સ ટેલિવિઝન શો પોઝના સહનિર્માતા અને નિર્માતા સ્ટીવન કેનાલ્સએ પણ ટ્વીટ કર્યું - 'મારું હૃદય બધી અનટોલ્ડ સ્ટોરીઝ માટે તૂટી ગયું છે'. ક્રિસ્ટિન શેનોવેથે લખ્યું - 'તમે આ દુનિયાને જે આપ્યું તેના માટે આભાર'.