વાઘોડિયા,તા.૧૫

વાઘોડિયા ગ્રામ પંચાયત સામે રહેતા બાલકૃષ્ણ નગીનભાઈ શાહ કાપડના વેપારીનો ૨૩ વર્ષીય પુત્ર બે દિવસ પહેલા ગુમ થતા આજે તેના જન્મદિને પુત્રના મોતના સમાચારથી પરિવાર પર આભ તુટી પડ્યુ હતુ.

વાઘોડિયા ગ્રામ પંચાયત સામે કાપડના વેપાર કરતા વેપારી પુત્ર શુભમ્‌ શાહ ( ૨૩) બે દિવસ પહેલા ઘરેથી બજારમા જાઊ છુ હમણા આવુ કહિ બાઈક લઈ નિકડી

ગયો હતો. સાંજે પુત્ર પરત નહિ ફરતા પિતાએ તેના મિત્રો અને અન્ય ઓળખીતાઓની ઘરે પુત્રની તપાસ કરાવતા પુત્રના સગડ મડ્યા ન હતા. જેથી બીજા દિવસે પુત્ર ગુમ થયા અંગે વાઘોડિયા પોલીસ મથકે પુત્રગુમની ફરીઆદ નોંઘાવી હતી.

 આજરોજ કાલોલ ( પંચમહાલ) ના શંકરપુરા પાસે નર્મદા ગેટ નજીક કેટલાક સ્થાનીકોએ કોઈ

મૃતદેહ તણાઈ આવતો જાેઈ કાલોલ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે મૃતદેહને બહાર કઢાવતા વાઘોડિયા પોલીસની ગુમસુદા ફરીયાદના આઘારે અને કેનાલ નજીકથી મળી આવેલ બાઈક પરથી યુવકની ઓળખ થઈ હતી. પોલીસે વેપારી પરિવારને જાણ કરતા તેવો પરિવાર સાથે નર્મદા કેનાલ પર દોડી આવ્યા હતા. સુત્રો તરફથી જાણવા મડ્યા મુજબ આજે શુભમ્‌ નો જન્મ દિવસ હતો. પરિવારને પુત્રના જન્મદિવસે યુવાન પુત્રના મોતના માઠા સમાચાર મડતા પરિવાર પર આભ તુટી પડ્યુ હતુ. યુવક અગમ્ય કારણોસર ડિપ્રેશનમા આવી અપઘાતનુ પગલુ ભર્યુ હોય તેવુ પ્રાથમિક તપાસમા જાણવા મળે છે.