નવી દિલ્હી,તા.૮

ઇંગ્લેન્ડનો ઝડપી બોલર ટિમ બ્રેસનેને ખુલાસો કર્યો છે કે મેં જ્યારે ૨૦૧૧ માં ઓવલ ટેસ્ટમાં તેંડુલકરને આઉટ કર્યો ત્યારે તેને અને અમ્પાયર રોડ ટકરને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જણાવી દઈએ કે ઓવલ ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં સચિન તેંડુલકર ૯૧ રન બનાવીને આઉટ થયો હતો અને ૧૦૦ આંતરરાષ્ટ્રીય સદી ચૂકી ગયો હતો. સચિને ૨૦૧૧ ના વર્લ્ડ કપ દરમિયાન સદી ફટકારીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૯૯ સદી પૂર્ણ કરી હતી. આવી સ્થિતિમાં, જ્યારે તેંડુલકર ઓવલ ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં સદીની નજીક હતો, ત્યારે બોલર બ્રેસ્નને તેને એલ્બી ડબલ્યુ આઉટ સાથે સદી ફટકારતા અટકાવ્યો હતો, તેંડુલકર તેની ૧૦૦ આંતરરાષ્ટ્રીય સદી ૯ રનથી ગુમાવી ચુક્યોહતો. 

ટિમ બ્રેસ્નને યોર્કશાયર ક્રિકેટઃ કવર્સ ઓફ બ્રોડકાસ્ટમાં કહ્યું કે તેંડુલકર જે બોલની બહાર હતો તે સહેજ પગની બાજુની બહાર જતો હતો. પરંતુ બોલ પેડ પર વાગ્યો અને તેની પર અમે અપીલ કરી. જેની પર અમ્પાયર રોડ ટકર આઉટ આપી દીધો હતો. સચિન એક સદીથી ૯ રન દૂર રહ્યો હતો. 

અમે તે ટેસ્ટ જીતી અને વિશ્વની નંબર વન ટેસ્ટ ટીમ પણ બની. બ્રેસ્નને વધુમાં કહ્યું કે આ બધું સમાપ્ત થઈ ગયું પણ ટિ્‌વટર પર લોકો તેને અને ટકરને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા હતા. ઘરના સરનામાંઓ પર પણ ધમકીભર્યા પત્રો આવતા. પત્રમાં લખ્યું હતું કે ‘આખરે તમે કેવી રીતે આઉટ કર્યા, જ્યારે બોલ લેગ સાઇડ પર હતો’. ટુકરે ણ તેના ઘરની સુરક્ષાની પુષ્ટિ કરી હતી. મારે મારા ઘરે સિક્યુરિટી ગાર્ડ રાખવા હતા.