વડોદરા : વડોદરા શહેરના અલકાપુરી જેતલપુર રોડ સ્થિત આવેલ વૈભવ બંગલામાં રહેતા પ્લાસ્ટીકની ફેક્ટરી ધરાવતાં ઉદ્યોગપતિ તથા તેમના માનસિક અસ્વસ્થ મોટા પુત્રએ ભેદી સંજાેગોમાં મકરપુરા વરણામાં રેલ્વે ટ્રેક પર ગત રાત્રે એક્સપ્રેસ ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી. રેલવે પોલીસ દ્વારા બંન્ને પિતા પુત્રના મૃતદેહોનો કબજાે મેળવી પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં.

આ આપઘાતના હૃદય દ્રાવક બનાવની માહિતગાર સુત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર, શહેરના અલકાપુરી જેતલપુર રોડ પર આવેલ સુવર્ણપુરી સોસાયટી બંગલા નંબર ૮૩-એના ફ્લેટ નં.૩માં દિલીપભાઇ વિક્રમભાઇ દલાલ (ઉ.૭૦) તથા તેમના પત્ની તથા માનસિક અસ્વસ્થ પુત્ર રષેશ દલાલ (ઉ.૪૩) ત્રણ સભ્યોના પરિવારમાં રહેતા હતાં. દિલીપભાઇ દલાલ રણોલી સ્થિત પ્લાસ્ટીકની ચીજવસ્તુઓ બનાવવાની ફેક્ટરીની માલિકી ધરાવતાં હતાં.

ઉદ્યોગપતિ દિલીપભાઇ દલાલ ગઇકાલે બપોરના લગભગ ત્રણ વાગ્યાની આસપાસ ફેક્ટરીએથી આવ્યા બાદ કારેલીબાગ ખાતે આવેલ સ્પંદન સ્કૂલમાં પુત્રને લેવા માટે ઓટોરીક્ષામાં ગયા હતાં. ત્યાથી માનસિક અસ્વસ્થ પુત્ર રષેશ દલાલને ઓટોરીક્ષામાં બેસાડી બંન્ને પિતા પુત્ર ઓટો રીક્ષા મકરપુરા અને વરણામા વચ્ચે આવેલ મારેઠા રેલવે ફાટક આવ્યા હતાં અને ઓટોરીક્ષા ચાલકને ભાડુ ચુકવી રવાના કર્યો હતો. ત્યાર બાદ રાત્રીના લગભગ સાડા સાત આઠ વાગ્યાની આસપાસ રેલવે ટ્રેક પરથી પસાર થઇ રહેલા ભાવગર - કોચીઅલ્લી એક્સપ્રેસ ટ્રેનનીચે બંન્ને પિતા પુત્રએ પડતું મુકી આપઘાત કરી લીધો હતો. જેમાં પિતા પુત્રના કમકમાટી ભર્યા નિપજ્યા હતાં.આ ઘટનાની જાણ એક્સપ્રેસ ટ્રેનના એન્જીન ડ્રાઇવરે સ્ટેશન માસ્ટરને કરી હતી. જેથી સ્ટેશન માસ્ટરે રેલવે પોલીસને આપઘાતના બનાવની જાણ કરી હતી. જેથી રેલવે પોલીસના પી.એસ.આઇ બી.એમ.લબાના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતાં. જ્યા ધડથી માથું અલગ તથા હાથ પગ કપાયેલી હાલતમાં બે મૃતદેહો રેલવે ટ્રેક નજીક પડેલા મળી આવ્યા હતાં. પોલીસે બનાવ સ્થળની તથા મૃતદેહનો તપાસ કરતાં આધાર કાર્ડ મળી આવતાં ઉદ્યોપતિ દિલીપભાઇ દલાલ તથા તેમના પુત્ર રષેશ દલાલની ઓળખ થઇ હતી. પોલીસે આધાર કાર્ડના આધારે આપઘાતના બનાવની જાણ સગાઓને કરી હતી. તે બાદ સગાઓ ઘટના સ્થળે પહોંચ્યા બાદ રેલવે પોલીસ દ્વારા બંન્ને પિતા પુત્રના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં. જાેકે હાલ ઉદ્યોપતિએ પુત્ર સાથે આપઘાતનું પગલું કેમ ભર્યું એ રહસ્ય પોલીસની તપાસ દરમિયાન અકબંધ રહેવા પામ્યું છે તેમ છતાં પોલીસે આપઘાતનો કોયડો ઉકેલવા કવાયત હાથ ધરી ભત્રીજા કૃણાલ દલાલ સહિત સગાઓના તથા પત્નીના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે.

માનસિક અસ્વસ્થ પુત્રએ દિવ્યાંગ સ્કૂલમાં આ વર્ષે એડમીશન લીધું હતું ઃ ભત્રીજાે

ઉદ્યોગપતિ દિલીપભાઇ દલાલનો એકનો એક પુત્ર રષેશ દલાલ (ઉ.૪૩)ને માનસિક અસ્વસ્થ હોવાથી તેને આ વર્ષે થોડા સમય અગાઉ જ કારેલીબાગ ખાતે આવેલ મુક બધિર સ્પંદન સ્કૂલમાં એડમીશન લઇને અભ્યાસ અર્થે મુક્યો હતો. તેને લેવા મુકવા માટે દિલીપભાઇ જતાં હતાં. ગઇકાલે તેઓ પુત્ર રષેશને લેવા માટે ઓટો રીક્ષામાં ગયા હતાં. ત્યાથી પુત્રને ઓટો રીક્ષામાં મારેઠા ફાટક પાસે પહોંચ્યા હતાં.

અપરિણીત માનસિક અસ્વસ્થ પુત્રનો ટ્રેસ હોવાથી શક્યતા ઃ ભત્રીજાે કૃણાલ દલાલ

ઉદ્યોગપતિ કાકા દિલીપભાઇ દલાલના કચરારી આપઘાતના બનાવ સંદર્ભે ભત્રીજા કૃણાલભાઇ દલાલે તેમની વાતચીતમાં જણાવ્યું હતું કે, કાકાને આર્થિક મુશ્કેલી હોય તેમ લાગતું ન હતું તેમ જણાવી આર્થિક સંકળામણનો છેડ ઉડાવી દીધો હતો. જાેકે તેમને ઉમેર્યું હતું કે, તેમનો એકનો એક મોટો ૪૩ વર્ષિય પુત્ર રષેશ અપરિણીત તથા માનસિક અસ્વસ્થ હોવાથી માનસિક ટ્રેસમાં હોય તેમ લાગી રહ્યું છે. એ સિવાય બીજી કોઇ તકલીફ હોવાનું નકાર્યું હતું.