દિલ્હી-

નરેનદ્ર મોદી સરકારના બીજા કાર્યકાળમાં તેમના કેબિનેટનો પહેલો વિસ્તાર થવાનો છે. આ કેબિનેટ વિસ્તાર ઓગસ્ટમાં થાય તેવી સંભાવના છે. સૂત્રોનું કહેવું છે કે મંત્રીમંડળનો વિસ્તાર ઓગસ્ટના બીજા સાહમાં થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૫૭ મંત્રીઓ સાથે ૩૦ મે–૨૦૧૯થી બીજી વખત શપથ ગ્રહણ કર્યા હતા. નિયમો અનુસાર લોકસભાના કુલ સભ્યોની સંખ્યાના ૧૫ ટકા જ મંત્રીમંડળમાં સામેલ થઈ શકે છે. આ ધ્ષ્ટ્રિએ કેન્દ્ર સરકારમાં કુલ ૮૧ મંત્રી નિયુકિત થઈ શકે છે. પાછલી મોદી સરકારમાં કુલ ૭૦ મંત્રી હતા. આ સ્થિતિમાં વડાપ્રધાન મોદી ઓછામાં ઓછા ૧૩ નવા મંત્રીઓને કેબિનેટમાં સામેલ કરી શકે છે.

પક્ષના સૂત્રોએ જણાવ્યું કે જૂનમાં આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંઘના અન્ય મોટા નેતા કૃષ્ણગોપાલ, ભાજપના રાષ્ટ્ર્રીય પ્રમુખ જે.પી.નડ્ડા અને પક્ષ સંગઠનના મહાસચિવ બી.એલ.સંતોષ મળ્યા હતા. કૃષ્ણગોપાલ જ સઘં અને ભાજપ વચ્ચે તાલમેલ જાળવે છે. ભાજપના એક નેતાએ કહ્યું કે ભાજપ નેતા નડ્ડાની ટીમની યાદી તૈયાર છે. તેનાથી નક્કી થશે કે કયા લોકો સંગઠનમાંથી સરકારનો હિસ્સો બનશે અને કયા લોકો સરકારમાંથી સંગઠનમાં પરત ફરશે. આ અંગેની બ્લ્યુપ્રિન્ટ તૈયાર છે. સૂત્રોનું કહેવું છે કે પક્ષના રાષ્ટ્ર્રીય મહાસચિવ ભુપેન્દ્ર યાદવ, અનિલ જૈન, અનિલ બુલાનીને મંત્રી બનાવવામાં આવી શકે છે યારે રાજસ્થાનના એક મંત્રીને હટાવવામાં આવી શકે છે. આઠ કેબિનેટ મંત્રીઓ પાસે બેથી ત્રણ મંત્રાલય છે. આ સ્થિતિમાં તે મંત્રીઓનો કાર્યભાર ઓછો કરવામાં આવી શકે છે. મધ્યપ્રદેશથી રાયસભામાં બેઠક હાંસલ કરનારા યોતિરાદિત્ય સિંધિયાને પણ મોદી કેબિનેટમાં જગ્યા મળી શકે છે. નવેમ્બરમાં બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સરકારમાં જદયુને પણ કોઈ મંત્રાલય સોંપવામાં આવી શકે છે