વડોદરા તા.૨૦ 

વડોદરામાં પ્રતિ વર્ષ વૃક્ષારોપણ ના કાર્યક્રમોમાં લાખો વૃક્ષો વવાય છે. આ વૃક્ષો ઉપર ટ્રી ગાર્ડ પણ લગાડવામાં આવે છે. સમયાંતરે વૃક્ષો મોટા થઇ જાય છે પરંતુ તેને ટ્રી ગાર્ડ ની અંદરથી કોઈ દિવસે બહાર કાઢવામાં નથી આવતા.

જયારે કોઈ વૃક્ષ ૧૦ થી ૧૫ વર્ષ નું થાય ત્યારે એજ રક્ષક-સમું ટ્રી ગાર્ડજ વૃક્ષના ભક્ષક નું કામ કરે છે. આ ટ્રી ગાર્ડ વૃક્ષના વધતા થડીયાને નુકસાન કરતુ હોય છે, તેની અંદર ખુંપી જતું હોય છે. લાંબા ગાળે આ જખમ વૃક્ષને સડો લગાડી પાડી શકે છે. આવા ટ્રી ગાર્ડ ખુંપેલા વૃક્ષમાં બેક્ટેરિયા કે ફંગસ જેવા સૂક્ષ્મ પરોપજીવી સજીવો રોગ લગાડી શકે છે. આ સમસ્યાનું સમાધાન એટલે કેવળ આવા જુના ટ્રી ગાર્ડ ને કાઢવામાંજ છે. ત્યારે પ્રકૃતિ પ્રેમીઓનું નેચર વોક ગ્રુપ અને બેંક ઓફ બરોડા એ સહિયારા પ્રયાસ રૂપે આજ રોજ સુસેન સર્કલ પાસે “ફ્રી ધ ટ્રી” નામનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં નેચર વોક ના સભ્યો અને બેંક ઓફ બરોડાના કર્મચારીઓ એક વૃક્ષ ના જાણી ને કાઢી શુરુવાત કરી છે. જેથીવૃક્ષનો વિકાસ રૂંધાતો અટકે. આ કાર્યક્રમને મેયર ડો. જિગીષબેન શેઠે બિરદાવ્યો હતી.