અમદાવાદ

રાજ્યમાં કોરોનાના કેસ વધતા એસ.ટી. નિગમ દ્વારા અમુક રૂટ પરની ટ્રીપો કેન્સલ કરી દેવામાં આવી હતી. જે ગામ કે શહેરમાં દિવસની પાંચ ટ્રીપ હોય તો તેને એક જ ટ્રીપ ચાલુ રાખીને બાકીની રદ કરવામાં આવી હતી. સાથે વોલ્વો બસમાં પણ મુસાફરોની અવરજવર ઘટતા તેમાંની ૮૦ ટ્રીપ રદ કરી હતી, પરંતુ હવે કોરોનાનું સંક્રમણ ઘટતા ફરી એકવાર રદ કરાયેલી ટ્રીપો ફરી એક વાર ચાલુ કરવામાં આવી છે.

ગુજરાતમાં કોરોના ઉપરાંત ૧૮મી મે એ તૌકેત વાવાઝોડાના કારણે એસ.ટી. બસની સેવા ખોરવાઈ હતી તેથી તે રૂટ પરની ટ્રીપોને ૪-૫ દિવસ સુધી કેન્સલ કરવામાં આવી હતી,પરંતુ હવે તે રૂટ પર એસ.ટી ની સર્વેલન્સ ટિમે ચેકિંગ કર્યા બાદ બસ સેવાઓ ચાલુ કરવામાં આવી છે.

એસ.ટી. વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે અનેક ફેરફાર કર્યા છે. કોરોનાનું સંક્રમણ ઘટવાથી હવે અમે તમામ ટ્રીપો શરૂ કરી દીધી છે એસ.ટી વિભાગ દ્વારા અત્યાર સુધી ૧૨,૫૦૦ ટ્રીપો ચલાવવામાં

આવતી હતી, પરંતુ અમે સુવિધાઓમાં વધારો કરી હવે ૧૪,૫૦૦ ટ્રીપો શરૂ કરી છે,જેમાં વોલ્વો બસની તમામ ટ્રીપો અને નાઈટ રૂટની ટ્રીપો શરૂકરી છે.