વડોદરા-

વડોદરાના ડાયમંડ પાવર લિમિટેડ કંપનીના ૨૬૫૪ કરોડના બેંક લોન કૌભાંડના ડાયમંડ પાવરના નવ પ્રમોટર્સ સામે સીબીઆઈએ આજે વધુ એક ગુનો દાખલ કર્યો છે. બેંક ઓફ ઇન્ડિયા સાથે ૫૪ કરોડની છેતરપિંડીને લઈને ડાયમંડ પાવરના પ્રમોટર્સ સામે સીબીઆઈએ કેસ દાખલ કર્યો છે. વડોદરામાં ૫ સ્ટાર હોટલ બનાવવા બેંક લોન લીધી હતી, પરંતુ એ કયારેય બની જ નહોતી. સીબીઆઈએ દાખલ કરેલા કેસમાં આરોપીઓમાં માયફેર લેઝર લિમિટેડ, રાજેશ નિમકર, માધુરીલતા સુરેશ ભટનાગર(ડાયરેક્ટર),

મોના એ. ભટનાગર(ડાયરેક્ટર), રીચે એ ભટનાગર(ડાયરેક્ટર), નમો નારાયણ ભટનાગર(ડાયરેક્ટર), સંગ્રામ જયરાજ બારોટ(ડાયરેક્ટર), નોર્થવે સ્પેસિસ લિમિટેડ, અજાણ્યો પબ્લિક સર્વન્ટ અને પ્રાઇવેટ વ્યક્તિનો સમાવેશ થાય છે દેશની વિવિધ ૧૨ બેન્કમાંથી રૂ.૨,૬૫૪ કરોડનું ધિરાણ મેળવીને ઉઠમણું કરનારા વડોદરાના અમિત ભટનાગર, સુમિત ભટનાગર સહિત ૨૧ જણા સામે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફરિયાદ કરી હતી. ડાયમંડ પાવર ઇન્ફ્રા.લિ. કંપનીના સ્થાપક,

મેનેજિંગ ડિરેક્ટર અને જાેઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર દ્વારા બેંક અધિકારીઓ સાથે કાવતરૂં રચીને અન્ય શખસો દ્વારા ખોટા દસ્તાવેજાે અને રેકોડ્‌ર્ઝ બનાવી ૨૬૫૪.૪૦ કરોડ મેળવવામાં આવ્યા હતા. આ કંપની કેબલ્સ અને અન્ય ઇલેક્ટ્રિકલ સાધનોના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. આ બેંકોમાં બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ બરોડા, આઈસીઆઈસીઆઈૈંઝ્રૈંઝ્રૈં બેંક, અલાહાબાદ બેન્ક, એક્સિસ બેન્ક, દેના બેંક, અને અન્ય નાણાકીય સંસ્થાઓનો સમાવેશ થાય છે.