અંક્લેશ્વર, તા.૨૦ 

વાલિયા ગામ માં આવેલ પૌરાણિક કમળા માતાજી મંદિર ખાતે નવરાત્રી પર્વ માં ભક્તો દ્વારા માતાજી ને દરરોજ અલગ અલગ ખાદ્ય સામગ્રી દ્વારા હિંડોળા નો શણગાર કરી માતાજી ને ઝુલાવવા માં આવે છે. વાલિયા ગામ માં આવેલ કમળા માતાજી ના મંદિર ખાતે નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે અને મંદિર ના પટાંગણ માં ગરબા યોજાતા હતા.જોકે કોરોના મહામારી ના કારણે ગરબા મોકૂફ રાખવામાં આવતા ભક્તો દ્વારા માતાજી ની ભક્તિ અનોખી રીતે કરી રહ્યા છે. કોરોના મહામારી ના કારણે સોશ્યલ ડિસ્ટનસિંગ અને સરકારી ગાઈડ લાઈન મુજબ કમળા માતા ઉત્સવ સમિતિ દ્વારા પ્રથમ નોરતે થી માતાજી ના હિંડોળા ને વિવિધ ખાદ્ય સામગ્રી નો શણગાર કરી માતાજી ને ઝૂલાવવામાં આવી રહ્યા છે. હિંડોળા ને વિવિધ ખાદ્ય સામગ્રી ના ફૂડ પેકેટ નો શણગાર કરી માતાજી ને ઝૂલાવવા માં આવ્યા હતા. આ પ્રસંગે માઈ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.