અમદાવાદ, કોરોનાની દહેશતને પગલે કે કેન્દ્ર દ્વારા ટીમો અલગ અલગ મહાનગરમાં મોકલવામાં આવી છે. જેમાં સુરત અને અમદાવાદમાં ખાસ કેન્દ્રીની ટીમો અવલોકન કરી રહી છે. સુરતમાં કેન્દ્રની ટીમ ૨ દિવસ રોકાઇ હતી. શનિવારના રોજ ત્રણ નિષ્ણાતોની ટીમ સિવિલ હોસ્પિટલમાં પહોંચી છે. જેમાં  સંદીપ એસ જ્યોર્જદાન્ડ - એન.સી.ડી.સી. ડેપ્યુટી ડાયરેકટર , ડૉ.અશોક કુવાલ - આસી.પ્રોફેસર એમ્સ જાેધપુર,  વી.કે.રાજન - ડાયરેકટર ઓફ હોમ અફેર્સ હાજર રહયા હતા. આ ઉપરાંત સિવિલ સત્તાધીશો પણ હોસ્પિટલમા હાજર હતા. ત્રણ અધિકારીઓએ સિવિલ હોસ્પિટલ પહોંચી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ખાસ અમદાવાદની બગડતી પરિસ્થિતિને લઈ  અમદાવાદ સિવિલ હોસ્પિટલનું અવલોકન કર્યું હતું. જાેકે સરકાર ઘ્વારા પણ તમામ પ્રકારે કોશિશ કરવામા આવી રહી છે આ ટીમના અવલોકન બાદ સિવિલ સુપ્રીડેન્ટન્ટ  ડૉ.જે.પી.મોદીએ નિવેદન આપ્યું હતું કે  કેન્દ્રની ટીમ દ્વારા ૧૨૦૦ બેડની ફેસિલીટી ઉપર રિવ્યૂ કરવામાં આવ્યો હતો. કેન્દ્રની ટીમે સંતોષ વ્યક્ત કર્યો છે. જાેધપુર એઇમ્સના આસિ. પ્રો.ડૉ.અશોક કુવાલે જણાવ્યું હતું કે હોસ્પિટલ તરફથી કેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે તેને લઈ ચર્ચાઓ કરી છે. અમે સારું અને ખરાબ નહિ બતાવીએ શું કમી છે તેમાં શું સુધારો આવવો જાેઈએ તેને લઈ રિપોર્ટ બનાવ્યો છે. અમે કેન્દ્રમાં રિપોર્ટ આપીશું. રાજ્યમાં કોરોનાની ભયંકર સ્થિતિને પહોંચી વળવા માટે સરકાર કમર કસી રહી છે. બીજી તરફ સાસંદ મનસુખ માંડવીયાએ ટિ્‌વટ કરીને કહ્યું છે કે ઝાયડ્‌સમા રેમડેસીવીર ઇંજેક્શન જલ્દી જ પુન આપવામાં આવશે. દર્દીઓના સગા પણ વ્યસ્થામા સાથ સહકાર આપે, મેં પંકજભાઈ સાથે વાત કરી કે ઇંજેક્શનનો જથ્થો પૂર્વવત કરી દેવામાં આવશે.