દિલ્હી-

અમેરિકા સહિત અનેક દેશોમાં રસીકરણ દરિયમાન રસીની આડ અસર કુષ્પ્રભાવની ઘટનાઓ બહાર આવતા કેન્દ્ર સરકાર સતર્ક બની છે અને કેન્દ્ર સરકારે રાજ્યોને દરેક બ્લોકમાં ઓછામાં ઓછુ એક આડ અસર વ્યવસ્થાપન કેન્દ્ર બનાવવાનો નિર્દેશ કર્યો છે, આ કેન્દ્ર પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર પણ હોઇ શકે છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય કર્મચારીઓની તાલીમ શરૂ થઇ ચૂકી છે. રસીકરણ બાદ રસીની પ્રતિકુળ અસરની ઘટનાઓ પણ બહાર આવી શકે છે, જેના માટે રાજ્યોએ તૈયારી કરી લેવી જોઇએ. આ દુષ્પ્રભાવ-આડ અસર મધ્યમ અથવા ગંભીર પણ હોઇ શકે છે પરંતુ સરકારે પૂરી તૈયારી રાખવી પડશે. જો કોઇને રસી થાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં કયાં અને કેવી રીતે દાખલ કરવામાં આવે તેની જવાબદારી રાજ્યોને અપાઇ છે.વિશ્ર્વમાં કોરોના વેકસીન અપાયા બાદ તેની આડ અસર જોવા મળી છે જો કે તે બહુ ગંભીર નથી. બ્રિટનમાં બે વ્યક્તિઓને એલર્જી સંબંધી સમસ્યા ઉભી થઈ હતી. પરંતુ તેનો તાત્કાલીક નિકાલ લાવવામાં આવ્યો છે. વેકસીન લીધા બાદ સામાન્ય તાવ, માથાનો દુખાવો, થકાવટ કે તેવા ચિહનો સામાન્ય છે અને સરકારે વેકસીન અપાયા બાદ જે તે વ્યક્તિને 30 મીનીટ સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવા માટે વેકસીન સેન્ટરમાં જ બેસાડી રાખવા નિર્ણય લીધો છે.