દિલ્હી-

સામાન્ય લોકોને રાહત આપવા કેન્દ્ર સરકારે મોટો ર્નિણય લીધો છે. આજકાલ વધતા ડુંગળીના ભાવને કારણે જનતા ખૂબ પરેશાન છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારે 1 લાખ ટન ડુંગળીની આયાત કરવાનો ર્નિણય લીધો છે. સરકારના આ પગલાથી ડુંગળીના ઉંચા ભાવોથી સામાન્ય માણસને રાહત મળશે. આ ડુંગળી અફઘાનિસ્તાનથી ખરીદવામાં આવશે. સરકારની યોજના મુજબ દરરોજ 4000 ટન ડુંગળી ભારતમાં આવશે.

પ્રાપ્ત માહિતી મુજબ ડુંગળીના ભાવ ઘટાડવા સરકારે ડુંગળીની આયાત કરવાનો ર્નિણય લીધો છે. ભારત અફઘાનિસ્તાનથી 1 લાખ ટન ડુંગળીની આયાત કરશે. દરરોજ 4000 ટન ડુંગળી ભારત આવશે.

માનવામાં આવે છે કે આગામી એક મહિનામાં ડુંગળીનો નવો પાક પણ બજારમાં આવવા લાગશે અને ડુંગળીની આયાતની સહાયથી કિંમતોમાંથી રાહત મળશે. મતલબ કે હવે જનતાને મોંઘી ડુંગળી ખરીદવી પડશે નહી.