વડોદરા , તા.૨૮ 

  છોટાઉદેપુર જિલ્લા ના સાંસદ ગીતા બેન રાઠવા અને જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ રાઠવા એ છોટાઉદેપુર જિલ્લા ના ભાજપ ના ધારાસભ્ય ને વિસ્તરણ થનારા મંત્રી મંડળ માં સ્થાન મળે તે માટે પ્રદેશ ભાજપ મોવડી મંડળ સામે પ્રસ્તાવ મુક્યો હતો.

રાજ્ય સરકારમાં મંત્રી મંડળમાં ફેરફાર કરવાની તૈયારીઓ ચાલી રહી છે તેવા સમયે છોટાઉદેપુર જિલ્લાના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે ભાજપ ના છોટાઉદેપુર લોકસભા બેઠકમાં ચૂંટાયેલા અને છોટા ઉદેપુર જિલ્લાના વતની ગીતાબેન રાઠવાએ છોટાઉદેપુર જિલ્લાના ભાજપના ધારાસભ્યને મંત્રી મંડળ માં સમાવવા માટે માંગ કરી છે સાથે સાથે છોટાઉદેપુર જિલ્લાના ભાજપ પ્રમુખ જશુંભાઈ રાઠવા એ પણ છોટાઉદેપુર જિલ્લાનો વિકાસ થાય તેના માટે છોટાઉદેપુર જિલ્લામાં મંત્રી મંડળ માં સ્થાન આપવા માટે અવાજ ઉઠાવ્યો છે.સરકાર દ્વારા હાલમાં મંત્રી મંડળમાં ફેરફાર કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે તેવામાં મધ્ય ગુજરાતમાં અને છોટાઉદેપુરના ભાજપના નેતાઓ છોટાઉદેપુર જીલ્લાના ધારાસભ્યોને મંત્રી મંડળમાં સ્થાન મળે તે માટે અવાજ ઉઠાવ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં ભાજપની એક બેઠક છે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ તડવીને મંત્રી મંડળ માં સમાવવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ જશુ રાઠવા અને છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા એ સરકારમાં અવાજ ઉઠાવ્યો છે. છોટાઉદેપુરમાં બે બેઠક કોંગ્રેસના કબજામાં છે અને એક બેઠક સંખેડા વિધાન સભા ભાજપ હસ્તક છે. સંખેડા વિધાન સભા ધારાસભ્ય અભેસિંહ તડવી ભાજપના દિગ્ગજ નેતા અને આદિવસી વિસ્તારમાં લોકપ્રિયતા ધરાવે છે.