છોટાઉદેપુર, તા.૧૭ 

કોરોના મહામારી સામે તકેદારી રાખવી સામાન્ય નાગરિકની ફરજ બને છે. સરકાર દ્વારા આ બાબતે ગાઇડલાઇન જાહેર કરી છે. જેનું પાલન કરવું દરેક ભારતીય નાગરિકની નૈતિક ફરજ છે. પરંતુ છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ કોરોના પોઝિટિવ હોવા છતાં આમ અપવાદરૂપ હોય તેમ જણાય છે. સ્ટેજ પર બેસવાની લાલસામાં પોતાના ઘરે કોરોના પોઝેટીવ દર્દીઓ હોવા છતાં સરકારી ગાઈડ લાઈન મુજબ હોમ કોરોનટાઇન થવા ને બદલે મહિલા ઉત્કર્ષ યોજના ઇ-લોન્ચિંગ કાર્યક્રમ માં દરબાર હોલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. સદર કાર્યક્રમમાં વડોદરાના ધારાસભ્ય જીતુભાઇ સુખડીયા સહીત જિલ્લા કલેકટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ સહીત આગેવાનો ઉપસ્થિત હતા. છતાં પાલિકા પ્રમુખશ્રી સરકાર દ્વારા કોરોના ની મહામારી સમયે બહાર પાડેલી ગાઇડલાઇન નો છેડેચોક ભંગ કર્યો હતો. પાલિકા પ્રમુખના પત્ની અને પૂર્વ પ્રમુખ તેમજ તેમના ઘરના સભ્યોનો પાલિકા, અર્બન હેલ્થ સેન્ટર છોટાઉદેપુર દ્વારા દરબાર હોલ ખાતે ગઈકાલે જ આયોજિત કોરોના ચેકઅપ કેમ્પમાં જ એન્ટિગન કીટ દ્વારા ટેસ્ટ કરવામાં આવ્યો હતો.