વડોદરા, તા.૧૭

પાલિકાના નવનિયુક્ત મેયર સહિતના પાંચે પાંચ હોદ્દેદારોએ ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ,ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને ભાજપના અગ્રણીઓ ભીખુભાઇ દલસાણિયા સહિતના અગ્રણીઓની શુભેચછા મુલાકાત લીધી હતી. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટીમ વડોદરાને રાજ્ય સરકારના કાર્યોમાં સંપૂર્ણ સહકારની ખાત્રી ઉચ્ચારી હતી. તેમજ મુખ્યમંત્રીએ સ્વચ્છ અને પારદર્શક વહીવટ કરી પ્રજાહીતના ર્નિણયો લેવા માર્ગદર્શન આપ્યું હતું. આ શુભેચછા મુલાકાતોમાં મેયર કેયુર રોકડીયા સાથે ડેપ્યુટી મેયર નંદાબેન જાેશી, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ,શાસક પક્ષના નેતા અલ્પેશ લીંબાચીયા અને દંડક ચિરાગ બારોટ જાેડાયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટીમ વડોદરાની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમજ આજ રીતે આગળ વધતા રહેવા જણાવીને ઉમેર્યું હતું કે પાલિકા કક્ષાએ ત્વરિત ર્નિણયો લેવા.તેમજ રાજ્ય સરકાર કક્ષાએ જ્યા જ્યા અટકો ત્યાં ત્યાં સબંધિત અધિકારીને મોકલીને કામગીરી પર પાડવાને માટે રાજ્ય સરકાર સદા સાથે રહેશે એવી ખાત્રી ઉચ્ચારી હતી. તેઓએ સ્વચ્છ અને પારદર્શક વહીવટ કરવાની સાથોસાથ પ્રજાહીતના ર્નિણયો લેવાને માટે માર્ગદર્શન આપ્યું હતું. ટીમ વડોદરાએ પણ મુખ્યમંત્રી અને અન્ય નેતાઓ પાસેથી પક્ષની આશા ,અપેક્ષાઓ બાબતે માર્ગદર્શન

મેળવ્યું હતું.