વડોદરા,તા.૯, 

વડોદરા મહાનગર પાલિકા દ્વારા નાગરિકોની સુખાકારીમાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે ત્યારે વધુ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે હેતુથી રૂ.૨૩૦.૨૫ કરોડના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમુર્હુત, ઇ-શુભારંભ અને ઇ-લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ગાંધીનગરથી ઓનલાઇન યોજવામાં આવ્યો હતો. આની સાથે જ ધરમપુરાના પ્લીન્થ કવાર્ટર્સની ફાળવણી કરેલ નાગરિકોને બાંધકામના દસ્તાવેજ સુપ્રત કરવાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ મહાત્મા ગાંધી નગરગૃહ ખાતે યોજાયું હતું. જેમાં વિશેષ ઉપસ્થિતિ પદે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, નર્મદા,શહેરી

ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલ તથા મુખ્ય અતિથિ પદે વડોદરાના સંસદસભ્ય રંજનબેન ભટ્ટ, અતિથિ વિશેષ પદે સયાજીગંજના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા, અકોટાના ધારાસભ્ય સીમાબેન મોહિલે,વડોદરા શહેરના ધારાસભ્ય મનિષાબેન વકીલ ડભોઇના ધારાસ્ભ્ય અને વડોદરા મહાનગર પાલિકાના સભાસદ શૈલેષ મહેતા,વડોદરાના મેયર ડૉ. જિગીષાબેન શેઠ, ડે.મેયર ડૉ.જીવરાજ ચૌહાણ, સ્થાયી સમિતિના અધ્યક્ષ સતિષ પટેલ, દંડક અલ્પેશ લિમ્બાચિયા, શાસકપક્ષના નેતા કેતન બ્રહ્મભટ્ટ, પાલિકાના કમિશનર સ્વરૂપ પી, ડે.મ્યુનિસિપલ કમિશનર સુધીર પટેલ , ડે.મ્યુનિસિપલ કમિશનર ઘવલ પંડ્યા સહિત અન્ય પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમારોહમાં ઈ-ખાતમહૂર્તના પાંચ કામો, ઈ-શુભારંભના ત્રણ કામો અને ઈ-લોકાર્પણના બે કામો મળીને કુલ રૂપિયા ૨૩૦.૨૫ કરોડના દશ કામોને મંજુર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બિલ્ડીંગ પ્રોજેક્ટ શાખાના કામમાં ધરમપુરાના પ્લીન્થ ક્વાર્ટર્સની ફાળવણી કરેલ નાગરિકોને બાંધકામના દસ્તાવેજ સુપ્રત કરવામાં આવ્યા હતા. ઈ- ખાતમુહુર્તના પાંચ કામોમાં કુલ રૂપિયા ૧૯૭.૪૮ કરોડ ખર્ચાશે. જેમાં સૌથી વધુ ખર્ચ ડ્રેનેજ પ્રોજેક્ટમાં રૂપિયા ૧૪૫.૬૩ કરોડનો રિયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પોલિસી અંતર્ગત આઇઓસીએલ અને આરઆઇએલને ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય કરવાના કામે ૧૫ વર્ષના સંચાલન અને નિભાવણીના સાથે ઇપીસી પદ્ધતિથી રાજીવનગર ખાતે આવેલ ૭૮ એમેલડીના એસટીપીથી કુલ ૬૦ એમએલડી ટ્રીટેડ વેસ્ટ વોટર રિસાયકલ પ્લાન્ટ બનાવવાના તથા આનુસંગિક કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બ્રિજ પ્રોજેક્ટમાં ૩૬ મીટરની રસ્તા રેષા પર અટલાદરાથી માંજલપુર દરબાર ચોકડી તરફ જતા મુંબઈ-અટલાદરા બ્રોડગેજ રેલવે લાઈન પર રેલવે હદ સિવાય નવીન બનાવવામાં આવનાર રેલવે ઓવર બ્રિજની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું છે. જેની પાછળ કુલ રૂપિયા ૪૦.૯૯

કરોડ ખર્ચાશે.