વડોદરા, તા. ૨૪

કોેરોના કાળના બે વર્ષ દરમ્યાન તમામ તહેવારો સાદગી પૂર્ણ રીતે ઉજવ્યા બાદ આ વર્ષે અનેક તહેવારોની ઉજવણી ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યા હતા. પરતું ફરીથી કોરોનાના નવા વેરીયન્ટની એન્ટ્રી થતા જ શહેરીજનો ભયભીત બન્યા છે. કાલે નાતાલ પર્વ હોવાથી શહેરની તમામ ચર્ચને રંગબેરંગી રોશનીથી સજાવવાની સાથે લોકોની સુરક્ષા માટે તમામ ચર્ચોમાં સેનેટાઈઝરનો છટકાંવ કરવાની સાથે ભગવાન ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના કરવા માટે આવનાર તમામ લોકો માટે માસ્કની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તે સાથે લોકોની ભીડ ન થાય તે માટે સોશ્યલ ડીસ્ટન્સના પાલન માટેની સુચના પણ આપવામાં આવાી છે. તે સિવાય બિમાર તેમજ વ્યસ્ક લોકો માટે ઓનલાઈન પ્રાર્થના માટેની વ્યાવસ્થા કરવામાં આવી છે.