ભાઈ બહેનના હેતના પર્વ રક્ષાબંધનની શહેરમાં સોશ્યિલ ડિસ્ટન્સ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેરની સયાજીરાવ જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કોરોના વોરિયર્સ સ્ટાફ નર્સ દ્વારા તબીબોના હાથે રાખડી બાંધી કોરોના સામે રક્ષણ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. સંજયનગરના વિસ્થાપિત મહિલા દ્વારા પોલીસ કર્મીને હાથે રાખડી બાંધી રક્ષણ કરવા પ્રાર્થના કરી હતી. વર્ષો પહેલા હુજરત પાગામાં રહેતા શબ્બીરભાઇ મન્સુરીને કૈલાશબેન રણજીતભાઇ પરમાર રાખડી બાંધતા હતા. જોકે શબ્બીરભાઇના મૃત્યુ બાદ કૈલાશબેનની દીકરી કાજલે પરંપરા જાળવી રાખી છે. કાજલ નાનપણથી જ શબ્બીરભાઇના બે પુત્ર તોસિફ(ઉ.૩૦) અને સેઝલ(ઉ.૨૫)ને રાખડી બાંધે છે.