અમદાવાદ-

દેશ-વિદેશમાં ન્યુઝીલેન્ડ નાં ટાઉપો શહેર, ઘાનાની રાજધાનીનું આક્રા, ભારતના પંજાબના લુધિયાણા અને હરિયાણાના મોહરી શહેર ની સાથે હવે ભારતના વડોદરામાં સાચા એરબસ 320 પ્લેનમાં રેસ્ટોરન્ટ શરુ થવા જઈ રહી છે, વડોદરા શહેરમાં આવી રેસ્ટોરન્ટ શરુ થતા હવે દુનિયામાં 9માં સ્થાને વડોદરાનું નામ બોલાઈ રહ્યું છે. અને ગુજરાતમાં પહેલું એરોપ્લેનમાં શરુ થનારી આ સૌ પ્રથમ રેસ્ટોરન્ટ વડોદરાની હશે, કહેવામાં આવે છે કે આગામી ત્રણ થી ચાર મહિનામાં આ 'એરોપ્લેન રેસ્ટોરન્ટ' શરુ થઈ જશે તેવું કહેવામાં આવી રહ્યું છે. જે લોકો એરોપ્લેનમાં બેસી નથી શકતા તેવા વ્યક્તિઓને આ એરોપ્લેન વાળી રેસ્ટોરન્ટમાં બેસીને પ્લેનમાં બેસવા જેવો અનુભવ મળી શકે તેમ છે. વડોદરાની દક્ષીણે આવેલી ધનિયા વી બાયપાસ પાસે એક હોટલના માલિક દ્વારા આ એરોપ્લેન રેસ્ટોરન્ટ શરુ કરવામાં આવી રહી છે. રેસ્ટોરન્ટનાં માલિકના જણાવ્યા પ્રમાણે આ સાચા એરબસ 320 એરોપ્લેનમાં એક સાથે 99 વ્યક્તિઓ જમવાની મજા માણી શકશે.