વડોદરા : જમ્મુ કાશ્મિર તેમજ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાંચલના પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા સીધી અસર હેઠળ ઉત્તર તરફથી ફૂંકાતા બર્ફીલા પવન અને લધુત્તમ તાપમાનનો પારો વધુ નીચે ગગડતા શહેરમાં ઠંડીએ જમાવટ કરી છે.આજે લધુત્તમ તાપમાન ૧૩.૪ ડિગ્રી સાથે ચાલુ શિયાળાની મોસમનો કોલ્ડેસ્ટ ડે રહ્યો હતો.તીવ્ર ઠંડીના સપાટા માં લોકો ઠુંઠવાયા હતા. 

નવેમ્બર મહિનાના છેલ્લા દિવસોમાં શહેરમાં ઠંડીએ જમાવટ કરી છે. ઉત્તર તરફ થી ઠંડા પવન ફૂંકાતા વહેલી સવારે અને મોડી રાત્રે તીવ્ર ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જમ્મુ કાશ્મિર તેમજ હિમાચલના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમ વર્ષાની સીધી અસર હેઠળ સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો સપાટો ફરી વળ્યો છે. ઠંડીના ચમકારા સાથે ગરમ વસ્ત્રોના બજારમાં ભીડ જાેવા મળી રહી છે. ઠંડીના ચમકારા સાથે શહેરના વિવિધ બાગ-બગીચાઓમાં મોર્નિંગ વોકર્સની સંખ્યા વધી છે. હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે મહત્તમ તાપમાન ૩૨.૪ ડિગ્રી સેન્ટીગ્રેડ અને લધુત્તમ તાપમાન ૧૩.૨ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ.સવારે હવામાં ભેજનુ પ્રમાણ ૭૧ ટકા જે સાંજે ૪૪ ટકા નોંધાયુ હતુ.જ્યારે હવાનુ દબાણ ૧૦૧૧.૬ મીલીબાર્સ અને ઉત્તર-પૂર્વ તરફ ફૂંકાયેલા પવનની સરેરાશ ગતી પ્રતિકલાકના ૬ કી.મી. નોંધાઈ હતી.આમ હવે ઠંડી એ જમાવટ કરી છે. આમ ગુલાબી ઠંડીના કારણે વહેલી સવારે ખુશનુમાંં માહોલ અનુભવાઈ રહ્યો છે.

શિયાળાની મોસમમાં આજે લધુત્તમ તાપમાનનો પારો વધુ નિચે ગગડીને ૧૩.૪ ડિગ્રીએ પહોંચતા મોસમનો કોલ્ડેસ્ટ ડે રહ્યો હતો.