વડોદરા : શિનોર તાલુકાના નાના કરાળા ગામની પ્રાથમિક શાળાની પાછળ ખેતરમાં બાંધેલી ગાય, વાછરડું તેમજ ભંેસની બોલેરો કારમાં ચોરી કરીને ભાગતી વખતે પીછો કરી રહેલી ચાણોદ પોલીસની ગાડીને પશુચોરોએ વણીયાદ જવાનો રોડ પર ટક્કર મારીને પશુ સાથે ભાગી જતા પોલીસે તપાસ શરુ કરી છે.

મળતી માહિતી મુજબ શિનોર તાલુકાના નાના કરાળા ગામમાં ઘંટીવાળા ફળિયામાં રહેતા દેવેન્દ્ર રામજી વસાવાએ ગામની પ્રાથમિક શાળાની પાછળ આવેલ ખેતરમાં કૂવા પર ઢોર બાંધી રાત્રીના ઘરે ગયા હતા.અને સવારે જ્યારે પાછા ખેતરે આવતા એક ગાય ,વાછરડું અને એક ભંેસ જેવા નહી મળતા ગામમાં તપાસ કરી હતી.દરમ્યાન ગામમાં રહેતા સંજય કાંતી વસાવાને ઢોરો બાબતે પૂછતા તેને રાત્રીના એક બોલેરો પીકઅપ જીપે ચાણોદ પોલીસની ગાડીને અકસ્માત કરી ભાગી ગઇ હતી.જેમાં એક ગાય,વાછરડું તેમજ એક ભેંસ ભરેલી હતી.આ બાદ દેવેેન્દએ શિનોર પોલીસમાં પશુચોરી બાબતે ફરિયાદ નોંધાવી હતી.તો બીજી તરફ રાત્રીના ચાણોદ પોલીસની ગાડી પેટ્રોલીંગમાં હતી.ત્યારે બોલેરો કાર પર શંકા જતા તેને રોકવાની કોસિશ કરતા ગાડી ચાલકે ગાડી પુરપાટ દોડાવતા પોલીસે તેનો પીછો કરી જીપ ઉભી રાખવા ઇશારા કર્યા હતા.પણ જીપ ચાલકે જીપ ઉભી નહી રાખીને વણીયાદ જવાના રોડ પર ટર્ન મારી પોલીસની ગાડીને જાેરદાર ટક્કર મારી પશુચોરો ભાગી ગયા હતા.જેથી ચાણોદ પોલીસે શિનોર મોબાઇલને નાકાબંધીમાં રહેવા અને વાયરસેટથી કંટ્રોલરુમનો સંપર્ક કર્યો હતો.પણ કંંટ્રોલનો સંપર્ક નહી થતા પીકઅપ જીપની તપાસમાં કરજણ થઇને પોર તરફ તેમજ શિનોર મોબાઇલ કુરાલીથી ગોપાલપુરા થઇને પોર ગઇ હતી.તેમ છતાં પશુ ચોરોના કોઇ સગડ નહી મળતા આખરે પશુચોરો સામે ફરિયાદ નોંધી ગાડી નંબરના આધારે તપાસ શરુ કરી છે.