બોડેલી. બોડેલી ના હાલોલ રોડ પર આવેલા સીએનજી પંપ પર લાગી રહી છે લાઈનો કારણ કે અહી બુસ્ટર લાગેલું નથી અને પ્રેશર મળતું નથી પેટ્રોલ નો ભાવ આસમાને જઇ રહ્યો છે પેટ્રોલ નાખી રિક્ષાનો ધંધો કરવો પોસાય તેમ નથી સીએનજીની ગાડીઓ ઓછી કરી દેવામાં આવી છે જેને લઈ રિક્સા ચાલકો વાહન ચાલકોને પોતાનો કામ ધંધો છોડી કલ્લાકો લાઈનો માં લાગી રહેવું પડે છે તો કેટલાક રિક્ષા ચાલકો સીએનજી ગેસ પુરાવવા પંપ પર રાત્રે સુઇ રહે છે અને સવારે ગેસ ની ગાડી આવે ત્યારે સીએનજી પુરાવી પોતાનુ પેટીયુ રડી ખાય છે

છોટાઉદેપુર જીલ્લામાં એક માત્ર સીએનજી પંપ બોડેલી ખાતે આવેલો છે અહી વાહનોની લાંબી લાઈનો લાગવાની કોઈ નવાઈ નથી કારણ કે અહી બુસ્ટર લાગેલું નથી અને પ્રેશર મળતું નથી લોકોને સીએનજી ગેસ પુરાવવા માટે કલ્લાકો સુધી લાઈનો માં ઊભા રહેવાનો વારો આવે છે તે પણ પોતાનો કામ ધંધો છોડી બોડેલી ના હાલોલ રોડ પર આવેલા સીએનજી પંપ પર લાઈનો લાગતાં વાહન ચાલકોને પોતાનું વાહન કલ્લાકો સુધી હાઇવે પર ઊભા રાખવાનો વારો આવે છે અહી વાહનોનો ધમધમાટ હોય વારવાર અકસ્માતના નાના મોટા બનાવો પણ બની રહયા છે જેથી તેઓને અકસ્માત નો ભય પણ તેઓને સતત સતાવી રહ્યો છે પોતાનો કામ ધંધો છોડી લાઇનમાં લાગતાં રિક્સા ચાલકો તેમજ વાહન ચાલકો ની માંગ છે કે વહેલી તકે બુસ્ટરની કામગીરી પૂર્ણ કરી આ સમસ્યાનું નિવારણ લાવવામાં આવે અને સીએનજી પંપ પર ગેસ ભરીને આવતી ગાડીઓ માં વધારો કરવામાં આવે તેવી માગ થઈ રહી છે.