વડોદરા,તા.૨૩,  

વડોદરા જિલ્લા પંચાયતની છેલ્લી મનાતી સામાન્ય સભા પ્રમુખ ઇલાબેન ચૌહાણના જન્મ દિવસે સ્ટાર હોટલમાં બોલાવીને જન્મ દિવસ મનાવવાના પ્રમુખના સ્વપ્ન આગલે દિવસે ચકનાચૂર થઇ રહેલા જોવા મળી રહયા છે.

જિલ્લા પંચાયતની સ્ટાર હોટલમાં ચર્ચાઓ મુજબ ઇજારદારોના ખર્ચે અને જોખમે મળનારી સામાન્ય સભામાં પ્રમુખ સામે કોંગ્રેસ દ્વારા અવિશ્વાસનો પ્રસ્તાવ મુકાતા ભાજપમાં ભૂકંપ સર્જાયો છે. તેમજ જિલ્લા ભાજપના આગેવાનો અને પ્રમુખ સહીતના સભ્યોના જીવ સભાના આગલે દિવસે પડીકે બંધાઈ ગયા છે. આને કારણે પ્રમુખ સભા અધ્યક્ષની ખુરસીનું સ્થાન ગ્રહણ કરી શકશે નહિ. તેમજ તેઓ સામે કોંગ્રેસના ૧૮ સભ્યોએ રજુ કરેલી અવિશ્વાસની દરખાસ્ત પછીથી જ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેને લઈને આ આખરી સભામાં કોંગ્રેસનું શાસન તોડીને સત્તારૂઢ બનેલ ભાજપને માટે પણ કપરા ચઢાણ સમાન બની જશે. એમ જિલ્લાના રાજકારણમાં ચર્ચાઈ રહ્યું છે. વડોદરા જિલ્લા પંચાયતમાં સભ્યોનું કુલ સંખ્યાબળ ૩૬ સભ્યોનું છે. જે પૈકી વડોદરા મહાનગર પાલિકામાં સમાવિષ્ઠ કરાયેલ શહેરના પશ્ચિમ વિસ્તારના આઉટ ગ્રોથ વિસ્તારો પૈકી ઉંડેરા અને ભાયલી ગ્રામ પંચાયતનો પાલિકામાં સમાવેશ થયો છે. જેને લઈને આ બે પંચાયતના સભ્યો સભામાં હાજર રહી શકે નહિ. પરંતુ ઉપલા લેવલે રહેલી સત્તાના જો રે અવિશ્વાસની દરખાસ્ત આવતા બંનેને હાજર રાખવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જેને લઈને પણ આ સભામાં ગરમા ગરમી થાય એમ મનાઈ રહ્યું છે. વડોદરા જિલ્લા પંચાયતમાં આંબે સભ્યોની બાદબાકી કરવામાં આવે તો ૩૬ પૈકી માત્ર ૩૪ સભ્યો રહે છે. જે પૈકી કોંગ્રેસના ૧૮ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હોઈ એ પાસ થઇ જાય એમ મનાય છે. આને કારણે જિલ્લાના શાસકો દ્વારા કાર્યસુચીમાં અંદાજ પાત્રમાં સુધારો લાવવાના પ્રયાસોમાં સફળતા મળે એમ જણાતું નથી. છેલ્લી ઘડીયે જિલ્લા પંચાયતના બદલાયેલા સમીકરણોને જોતા નીતિ વિષયક ર્નિણયોની બાબત લટકી જાય એમ જણાઈ રહ્યું છે.