ગાંધીનગર, ગુજરાત વિધાનસભામાં હાલ શિયાળું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે પ્રશ્નોતરીકાળમાં અલગ અલગ સવાલો પર સરકાર જવાબો આપી રહી છે. ત્યારે આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં એક વિચિત્ર કિસ્સો જાેવા મળ્યો છે. ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યે ગેલેરીમાંથી છલાંગ મારવાની ધમકી ઉચ્ચારી છે. કોંગ્રેસના બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલે ધમકી ઉચ્ચારી છે. જિલ્લા કક્ષાએ આરોગ્ય અધિકારી ફોન ન ઉપાડતા હોવાની ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રજુઆત કરી હતી. વિધાનસભા અધ્યક્ષે ધારાસભ્યની ફરિયાદને પગલે ગૃહમાં બેસાડી દીધા હતા. ધારાસભ્ય ઉપરની તરફ પ્રેક્ષક ગેલેરીમાં બેસે છે.

વિધાનસભાના પ્રશ્ન કાળમાં આરોગ્ય વિભાગના પ્રશ્નો સમયે બાયડ કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઈ પટેલે બાળકોના આરોગ્યની ચિંતા સરકાર કરે છે જે સારી બાબત છે પરંતુ હવે સરકાર અમારી ચિંતા કરે તો સારું. કારણ કે જિલ્લા કક્ષાના અધિકારીઓ કામ માટે ધારાસભ્યોના ફોન પણ ઉપાડતા નથી અને આવી હરકતોથી રાત્રે મને એવું થાય છે કે હું અહીંથી નીચે કૂદી જાઉં. જાે કે ધારાસભ્યના ઉગ્ર વર્તનથી વિધાનસભા અધ્યક્ષ ડો.રાજેન્દ્ર ત્રિવેદી ગંભીર સ્થિતિ પામી ગયા હતા. ત્યારબાદ અધ્યક્ષે બોલતા અટકાવીને નીચે બેસી જવાનો કડક આદેશ આપ્યો હતો. જાે કે આ ઘટનાક્રમ સમયે ભાજપ અને કોંગ્રેસમાં પણ સન્નાટો છવાઇ ગયો હતો. બાયડ કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઈ પટેલે ગેલેરીમાં પોતાનો મુદ્દો ઉગ્રતાથી ઉપસ્થિત કરતાં સરકારનું ધ્યાન દોર્યું હતું કે આજે તમારા જિલ્લાના અધિકારીઓ ધરાસભ્યોના ફોન પણ ઉપાડતા નથી, ત્યારે મને આ ગેલેરીમાંથી કુદવાનું મન થાય છે. કોંગ્રેસના ધારાસભ્ય જશુ પટેલની આ વાત સાંભળીને અધ્યક્ષે તેમને બેસી જવાનો આદેશ કરતાં ગૃહમાં સન્નાટો છવાઈ ગયો હતો.