બાલાસિનોર, તા.૨ 

મહિસાગર જિલ્લાના બાલાસિનોરના કોંગ્રેસના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ તારીખ ૨૭/૦૫/૨૦૨૦ ના રોજ પોતાના જન્મદિવસની પોતાના કાર્યકરો અને ટેકેદારોને એકઠા કરી ભવ્ય ઉજવણી કરી હતી જો કે આ ઉજવણી ના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મોટો વિવાદ થયો હતો જોકે કહેવાતા પ્રજાના સેવક કોરોનાની વૈશ્વિક મહામારી ના સમયમાં સરકાર દ્વારા વિવિધ ગાઇડલાઇનનો જાહેર કરી આવી જાન લેવા મહામારી વધુ વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે તે માટે ગાઈડલાઈન અમલ કરવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવેલ હતું લોક ડાઉન દરમિયાન કોઈપણ જાતની ભીડ એકઠી કરવી કે કોઈ ધાર્મિક કે સામાજિક પ્રસંગો કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તેમ છતાં પ્રજાના કહેવાતાં સેવક અને બાલાસિનોરના કોંગ્રેસના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ દ્વારા ૨૭ મે ૨૦૨૦ ના રોજ પોતાના ઘર આગળ તેમનો જન્મદિવસ ની ઉજવણી કરી ફોટા સોશિયલ મીડિયામાં ફરતા કરતા પ્રજાના કહેવાતાં સેવક વિરુદ્ધ સમગ્ર તાલુકા સહિત જિલ્લામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો જેની પોલીસ ધ્વારા તપાસ આરંભવામાં આવી હતી જે તપાસ દરમિયાન પ્રજાના કહેવાતાં સેવક અને કોંગ્રેસના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ તથા અન્ય ૬ વ્યક્તિઓ વિરુદ્ધ તારીખ ૦૧/૦૮/૨૦૨૦ ના રોજ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રજાનાં કહેવાતાં સેવકે લોકોના જીવ જોખમમાં નાખ્યાં ?

બાલાસિનોર ધારાસભ્ય અજીત સિંહ ચૌહાણ દ્વારા જીવલેણ કોરોનાવાયરસ ની મહામારીમાં પોતાનો જન્મ દિવસની ઉજવણી તલવાર સાથે કરી માસ્ક પહેર્યા વિના અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન ન કરી મોટા પ્રમાણમાં ભીડ ભેગી કરતા જ લોકોનો જીવ જોખમમાં નાખ્યો હોય તેવું જોવાય રહ્યું છે.

પોતતાની સચ્ચાઈ છૂપાવવા પોલીસને લખ્યો હતો લેટર

બાલાસિનોરના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણના જન્મદિવસના ફોટા અને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોતે તેમના લેટરહેડ પર તારીખ ૧૨/૦૭/૨૦૨૦ના રોજ પોલીસ સ્ટેશન બાલાસિનોરમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી કે મને રાજકીય રીતે બદનામ કરવાની કોશિશ કરી મારા ખોટા વિડીયો અને ફોટા સાથે ચેડા કરી જુના ફોટા ને નવા બતાવવામાં આવ્યા હોવાની ફરિયાદ કરી હતી અને વધુમાં જણાવ્યું હતું કે, તારીખ ૨૭/૦૫/૨૦૨૦ ના રોજ રાજ્યસભાની ચૂંટણી સંદર્ભે બહાર હોવાનું રટણ કરવામાં આવ્યું હતું પરંતુ પોલીસે તપાસ આરંભ તા જ તપાસમાં ધારાસભ્ય દ્વારા ચાલુ વર્ષે જન્મદિવસ ઉજવાયો હોવાનું ફલિત થતા બાલાસિનોર પોલીસ દ્વારા બાલાસિનોર ના ધારાસભ્ય અને કહેવાતા પ્રજાના સેવક અજીતસિંહ ચૌહાણ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે.

તલવાર સાથે લોકડાઉનમાં ઉજવણી કરવી ધારાસભ્યને ભારે પડી

કોરોના વાયરસની વૈશ્વિક મહામારી કોરોનાવાયરસ થી દેશ અને દુનિયામાં હાહાકાર મચાવી રહ્યો છે આ વાઇરસને વધુ ફેલાવો ન થાય તે માટે સરકાર દ્વારા વિવિધ ગાઇડલાઇન મુજબ લોક ડાઉન જાહેર કરેલ હતું તેવા કપરા સમયમાં બાલાસિનોર વિધાનસભા ના કહેવાતા પ્રજાના સેવક અને કોંગ્રેસના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ પોતાનો જન્મદિવસ તેમના શુભેચ્છકો કાર્યકરો ને મોટી સંખ્યામાં ઉપસ્થિત રાખી તલવાર લઈ સરકારની ગાઇડ લાઇનનુ ઉલ્લંઘન કરી જન્મદિવસની ઉજવણી કરી હતી જેને બાલાસિનોર પોલીસે ગંભીરતાથી લઇ ધારાસભ્ય તથા અન્ય ૬ સામે જાહેરનામા ના ભંગની ફરિયાદ દાખલ કરતા સમગ્ર જિલ્લામાં હડકંપ મચી જવા પામ્યો છે.