વડોદરા

દેશના તમામ તીર્થ સ્થાનો ખાતે અગ્રસેનના વંશજાે એવા અગ્રવાલ સમાજના તમામે તમામ ૧૮ ગોત્રના લોકોને માટે ભવનોનું નિર્માણ કરવાનું બીડું સમાજના અગ્રણીઓ દવારા હાથ ધરવામાં આવ્યું છે. જેની પાછળ દોઢ હજાર કરોડના ખર્ચનો પ્રાથમિક અંદાજ છે. સમાજ દ્વારા રામજન્મભૂમિ અયોધ્યામાં પણ ભવનનું નિર્માણ કરશે. આ અંગે માહિતી આપતા અગ્રોહા ધામ તેમજ અગ્રોહા વિકાસ ટ્રસ્ટ વૈશ્ય સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ બજરંગ ગર્ગે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટની કાર્યપદ્ધતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં વૈશ્ય સમાજની મોટામાં મોટી સંસ્થા હિસાર ડિસ્ટ્રિક્ટ હરિયાણા ખાતે આવેલી છે જેને અગ્રોહા(અગ્રવાલ) ધામ તરીકે ઓળખવામાં આવે છે.જ્યાં અનેક વિકાસના કામો ચાલી રહયા છે.અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા આશરે રૂપિયા ૧૫૦૦ કરોડના ખર્ચે દેશના તમામ તીર્થ સ્થાનો ખાતે અગ્રવાલ ભવનનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવનાર છે.જેમાં રૂપિયા ૧૨૫ કરોડના નિર્માણ કાર્યોનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. દિલ્લી ખાતે અગ્રવાલ ભવનના નિર્માણ કાર્ય માટે જમીન પણ પસંદ કરી લેવાઈ છે..તેવી જ રીતે મુંબઇમાં ૪૮ એસી.રૂમ બે સેન્ટ્રલ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમજ બીજી દોઢ એકર જમીન પણ ખરીદવામાં આવી છે.અયોધ્યામાં પણ અગ્રવાલ વિકાસ ટ્રસ્ટની ટીમે મુલાકાત લીધી છે ત્યાં પણ જમીનની પસંદગી કર્યા બાદ ભવનનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવનાર છે. યુવાઓનો વિકાસ થાય તેવી આગવી યોજના તૈયાર કરવામાં આવનાર છે જેમાં સમાજના સક્ષમ અગ્રણીઓ બેરોજગાર યુવાઓને રોજગારી પુરી પાડી પગભર કરવામાં મદદરૂપ થશે.આ માટે તમામ યુવાઓના ડેટા એકત્રિત કરવામાં આવશે. આ પ્રસંગે અગ્રવાલ સમાજ વડોદરાના અધ્યક્ષ નારાયણ શાહ, યુવા સંઘ પ્રમુખ હિતેશ અગ્રવાલ, કાર્યકર્તા દીપ અગ્રવાલ, અમિત શાહ, અભિષેક અગ્રવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સમાજના ગરીબોને વિના મુલ્યે લગ્ન અને ઘરવખરી અપાશે

અગ્રવાલ સમાજના યુવક યુવતીઓને જાે લગ્ન કરવા હોય અને પૂરતી મૂડી ન હોય તો તેવા પરિવારને તમામ પ્રકારની મદદ કરવા માટે અગ્રવાલ સમાજ સક્ષમ તેમજ તત્પર છે.ફક્ત તેમને વેબસાઈટ પર પોતાની નોંધણી કરાવવાની રહેશે ત્યારબાદ સમાજ દ્વારા લગ્નની તમામ તૈયારી તેમજ આવવા જવાનો ખર્ચ પણ સમાજ દ્વારા વિના મૂલ્યે પ્રદાન કરવામાં આવશે તેમજ વરવધુને દોઢ લાખ ઉપરાંતની ઘરવખરીની સામગ્રીની પણ મદદ કરાશે.