વડોદરા, તા.૨૨

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છાણી વિસ્તારમાં જ્યાં લોકો રહે ચે અને રોડ મંજુર થયા છે ત્યાં રોડની કામગીરી કરવાને બદલે જ્યાં હજુ બિન રહેણાંક વિસ્તાર છે અને ખેતરો આવેલા છે ત્યાં રાતોરાત ૭૦ લાખના ખર્ચે ડિવાઈડર સાથેનો રોડ બનાવી દેતા સર્જાયેલો વિવાદ વધુ વકર્યો છે.

શહેરના છાણી વિસ્તારમાં રામાકાકાની ડેરીથી ક્રિષ્ણા એપાર્ટમેન્ટ સુધીનો રસ્તો બનાવવા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે છાણીથી દુમાડ જવાનો રોડ પર પણ રહેણાંક વિસ્તાર છે આ બંને રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ જ્યાં લોકો રહે ચે ત્યાં રોડ બનાવવાની જગ્યાએ સુચિત ટીપી રવિ શિખરથી ૩૫૦ મીટર લાંબો અને ૧૮ મીટર પહોળાઈનો રસ્તો રાતોરાત ડિવાઈડર સાથે બનાવી દેવાતા કોંગ્રેસના કાઉન્સિલરોએ વિરોધ કરી આ અંગે રજૂઆત કરી હતી. કોંગ્રેસના કાઉન્સિલરોએ કહ્યું હતું કે, જે સ્થળે રોડ બનાવાયો છે ત્યાં બંને બાજુ ખેતરો છે. આ રોડ પુરો થયા બાદ દિવેલાના ખેતરો છે. આ મામલે જ્યારે હોબાળો મચ્યો હતો. અને ભાજપના કેટલાક નેતાઓની જગ્યાઓ આવેલી હોઈ બિન રહેણાંક વિસ્તારમાં લાખોના ખર્ચે રોડ બનાવાયો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.

જાેકે, આ સંદર્ભે આજે સ્થાયી સમિતિના ચાર સભ્યો ક્યાં રોડ બનાવાયો છે તે જાેવા માટે પાલિકાની કચેરીએથી નિકળ્યા હતા. પરંંતુ મિડિયાને આ અંગેની જાણ થતા તેઓએ જવાનું મુલતવી રાખ્યા પછી મોડી સાંજે પાછા ગયા હોવાનું જાણવા મળે છે. જાે કે, આ સંદર્ભે ફોન કરીને હકિકત જાણવાનો પ્રયાસ કરતા ફોન ઉપાડ્યો ન હતો.

સ્વર્ણીમ ગ્રાંટમાં રોડ મંજૂર થયો છે

છાણી બિન રહેણાંક વિસ્તારમાં રાતોરાત રૂા.૭૦ લાખના ખર્ચે રોડ બનાવવા સંદર્ભે સ્થાયી સમિતિના ચેરમેને જણાવ્યું હતું કે, જાે જે તે વિસ્તારમાં વિકાસ કરવાનો હશે તો પહેલા મૂળભૂત સુવિધા ઉભી કરવી પડશે અને આ રોડની કામગીરી સ્વર્ણીમની ગ્રાન્ટમાં મંજુર થઈ છે. અને તે ગ્રાન્ટમાંથી કરાઈ રહી છે.

તો શું અન્ય સુચિતારીપીમાં પણ પહેલા પાયાની સુવિધા ઉભી કરાશે?

છાણી વિસ્તારમાં જ્યાં હજુ ખેતરો છે કોઈ રહેણાંક વિસ્તાર નથી ત્યાં રોડની કામગીરીને લઈ વિવાદ સર્જાયો હતો. ત્યારે જે તે વિસ્તારમાં પહેલા રોડ, રસ્તા, ગટર જેવી મૂળભુત સુવિધા ઊભી કરવી વિકાસ માટે જરૂરી છે. કહેવાઈ રહ્યું છે ત્યારે હવે શું દરેક સુચિત ટી.પી. કે ડ્રાફટ ટીપીમાં પાયાની પહેલા સુવિધા ઉભી કારશે?