દિલ્હી-

કોરોના મહામારીનો માર સૌને પડયો છે. ખાસ કરીને નાની કંપનીઓને મોટું નુકસાન છે. આ કંપનીઓના કારોબારમાં 67 ટકાનો ઘટાડો થયો છે. કોરોના મહામારીની સૌથી ખરાબ અસર નાની કંપનીઓના વેપાર-વેચાણમાં ભારે ઘટાડો થયો છે.

કેર રેટીંગ તરફથી શેરબજારમાં સુચિબધ્ધ 1686 કંપનીઓ પર કરવામાં આવેલા અધ્યયનમાં જાણકારી મળી છે કે એપ્રિલથી જુન 2020 ત્રિમાસિક દરમિયાન 747 કંપનીઓનો વેપાર 25 કરોડ રૂપિયાથી ઓછો રહયો છે.સ ગત વર્ષના સમાન સમયગાળાના મુકાબલે તેમના વેપારમાં 67 ટકા ઘટાડો નોંધાયો છે. કેર રેટીંગના મુખ્ય અર્થશાસ્ત્રી સુશંત હેડેએ 1686 કંપનીઓ પર લોકડાઉનની અસરનું આકલન કર્યું હતું. જેમાં 747 કંપનીઓનો કારોબાર 25 કરોડ રૂપિયાથી ઓછો રહયો હતો. આ કંપનીઓના ઉત્પાદનોનું વેચાણ એપ્રિલથી જુનની ત્રિમાસિક દરમિયાન 67 ટકા કમી નોંધાઇ હતી. જયારે મોટી કંપનીઓ પર કોરોનાની અસર ઓછી જોવા મળી છે. 500 કરોડ રૂપિયાનો વેપાર કરતી કંપનીઓના ઉત્પાદનોના વેચાણમાં 22.4 ટકાનો ઘટાડો નોંધાયો છે. 

નાની કંપનીઓ પર વધુ અસર 

કોરોના મહામારી અને લોકડાઉનની અસર માત્ર ભારતની નાની કંપનીઓ પર જ નથી થઇ. આ ટ્રેન્ડ આખી દુનિયામાં જોવા મળ્યો છે.સ મેંકેજીના રિપોર્ટ અનુસાર આવાસ, ભોજન, શિક્ષણ જેવા ક્ષેત્રોમાં કામ કરનાર નાની કંપનીઓ બંધ થઇ જશે. આમ સોશિયલ ડિસ્ટન્સ અને ઉપભોકતાના વ્યવહારમાં ફેરફાર આવવાને કારણે થશે.

જયારે કેટલીક કંપનીઓની અગાઉથી જ નાણાકીય સ્થિત નાજુક બની હતી. કોરોના અને લોકડાઉનની સ્થિતિ વધુ ખરાબ થઇ ગઇ છે. જેને લઇને તે બંધ થઇ જશે. યુએસ ફેડના અહેવાલ મુજબ અમેરિકામાં માત્ર 35 ટકા નાની કંપનીઓની નાણાકીય સ્થિતિ 2019 સુધી મજબુત હતી. 

શા માટે વધી રહયું છે સંકટ ? 

વિશેષજ્ઞોનું કહેવું છે કે, નાની કંપનીઓ માલના પુરવઠા માટે મોટી કંપનીઓના આશ્રયે છે. કોરોના સંકટ અને લોકડાઉનના કારણે સપ્લાય જોનને અસર પડી છે. આ કારણે તેના ઉત્પાદનોમાં મોટો ઘટાડો થયો છે. આ સંકટ 100 કરોડ ટર્ન ઓવરવાળી કંપનીઓ પર વધારે જોવા મળી રહયું છે. આ સાથે સાથે નાની કંપનીઓમાં કામ કરનારા મોટાભાગના શ્રમિકો કરાર પર કામ કરતા હોય છે. લોકડાઉન દરમિયાન તે પોતાના ઘરે ચાલ્યા ગયા છે. આથી ઉત્પાદન કરવુ મુશ્કેલ બની રહયુ છે.