દિલ્હી-

દેશમાં કોરોનાવાયરસ મહામારી એ અજગર ભરડો લીધો છે અને તેને પગલે ધંધા-રોજગાર અને ઉદ્યોગો મંદ પડી ગયા છે તેમજ પાછલા બે માસમાં ઉત્પાદન ક્ષેત્રમાં પણ ભારે મંદી આવી ગઈ છે ત્યારે અર્થતંત્ર ના નિષ્ણાંતોએ અભ્યાસ અને સર્વે કર્યો છે અને તેનું એવું તારણ નીકળ્યું છે કે અર્થતંત્રમાં વૃદ્ધિ અટકેલી રહેશે અને રિકવરી ડિસેમ્બર સુધી થઈ શકશે નહીં.નિષ્ણાંતોએ કહ્યું છે કે મે જૂન અને જુલાઈ માસ દરમિયાન દરેક સેક્ટરમાં શિથિલતા જોવા મળી છે અને તેની સામે જીએસટી કલેક્શનમાં પણ મોટા ગાબડા બહાર આવ્યા છે. દેશમાં માંગ ઘટી જવાને કારણે ઉત્પાદન એકમો માં ભારે મંદી આવી ગઈ છે અને કર્મચારીઓની છટણી કરવાની ફરજ પડી છે.

પાછલા ત્રણ માસ દરમિયાન આર્થિક વૃદ્ધિ અટકી છે અને ખાસ તો રિકવરીમાં ભારે અવરોધો સર્જાયા છે તેવું ચિત્ર બહાર આવ્યું છે.નિષ્ણાંતોએ તો એમ પણ કહ્યું છે કે લોકડાઉન ને લીધે ડિમાન્ડ સદંતર નબળી પડી ગઈ છે અને એપ્રિલ-મેમાં ઓર્ડર ખૂબ જ ઓછા મળવાને લીધે ફેક્ટરીઓમાં કામ સદંતર ઘટી ગયું હતું. પરિણામે ઉત્પાદનક્ષમતા પર માર પડી છે અને રિકવરીમાં ભારે અવરોધો ઊભા થયા છે.આ સ્થિતિ આમ તો ચિંતાજનક છે છતાં ડિસેમ્બર સુધી અર્થતંત્રની રિકવરી ની આ ડે અવરોધો ઊભા થતા રહેશે અને અત્યારે પરિસ્થિતિ સુધરે તેવું દેખાતું નથી. કેન્દ્ર સરકાર દ્વારા વધુ એક રાહત પેકેજ આપવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ ડિમાન્ડ ઊભી કરવા માટે લોકો પાસે રૂપિયા હોવા જરૂરી છે.