વાઘોડિયા, તા.૪ 

વાઘોડિયાના ત્રિકમપુરા પાસે ભારતીય બનાવટનો વિદેશી દારૂની ખેપ મારતા દંપતી પોલીસના હાથે ઝડપાયા હતા. ત્રિકમપુરા નર્મદા કેનાલ પરથી મુખ્ય રોડપર પસાર થઈ વાઘોડિયા તરફ આવતી મોટર સાઈકલ પર આવતા દંપતીને પેટ્રોલીંગમા નિકડેલા વાઘોડિયા પોલીસ જવાને અટકાવી બાઈકની ડેકી અને સિટ નીચે તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મડી આવ્યો હતો.જેમા ૩૧ નંગ બિઅરના ટીન, કિંમત-૩૫૬૫ તથા પ્લાસ્ટીકના બોટલ નંગ ૩૩ કિંમત ૧૫૬૭૫ સહિત મોટર સાયકલ ૧૫૦૦૦ ની કિંમત ગણી કુલ રુપીયા ૩૪, ૭૪૦ નો મુદ્દામાલ જડપી પાડ્યો છે. બાઈક સવાર દંપતી રમેશભાઈ ચંદુભાઈ ચૌહાણ તથા તેની પત્ની મિનાક્ષી રમેશભાઈ ચૌહાણ હાલ. રહે. વાઘોડિયા વાઘનાથ મંદિર પાસે, મુળ રહેવાસી ખાનપુર મુખીવાળુ ફળીયુ ઊમરેઠ, જી. આણંદના હોવાની વિગત મેળવી હતી. પોલીસે પાસપરમીટ વગર ગેરકાયદેસર પ્રતીબંઘીત દારૂનો જથ્થો રાખવા બદલ દંપતી સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.